તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાયાવદરના અરણીમાં દંપતી પર ખુની હુમલો, પત્નીનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાયાવદરઃ ભાયાવદર પંથકના અરણી ગામની સીમમાં બુધવારે સવારે પતિ-પત્ની બંને સવારે સાડા અગિયાર કલાક આસપાસ ખેતરમાં કામ કરતા હતા ત્યારે ખેતરના પાળા પર ઘાસ ઉગાડવા બાબતે બાજુના ખેતર વાવનાર સાથે બોલાચાલી થઇ હતી. આ ઉગ્ર બોલાચાલીમાં આરોપીને અપશબ્દો કહેવાની ના પાડતાં આરોપીઓએ વધારે ઉશ્કેરાટમાં આવીને તલવારથી હુમલો કરી પત્નીની હત્યા નીપજાવી હતી, પત્નીને બચાવવા જતા પતિને ઇજા થતાં ભાયાવદર હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ખૂની હુમલો કરી ફરાર થઇ ગયેલા બે આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
ખુની હુમલાના બનાવમાં પતિને ગંભીર ઇજા, બે આરોપી ફરાર થઇ ગયા

અરણી ગામના આઘા ગામની સીમમાં ખેતર ધરાવતા મીનાબેન હર્ષદભાઇ હિરપરા અને તેમના પતિ હર્ષદભાઇ નારણભાઇ હિરપરા બુધવારે 11.30 કલાક આસપાસ ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન પાડોશીનું ખેતર વાવતા પ્રવીણ ઉર્ફે જીગર ભૂપતભાઇ મકવાણા અને બાવનજીભાઇ વરસાણી નામના આરોપીઓ સાથે બોલાચાલી થઇ હતી. બોલાચાલીમાં અમારા ખેતરના પાળા પર કેમ ઘાસ નાખ્યું તેમ કહેતાં આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દો કહેવા લાગ્યા હતા.
બુધવારે સવારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે સામાન્ય બોલાચાલીમાં બનાવ બન્યો

આ દંપતીએ અપશબ્દો કહેવાની ના પાડતાં એક આરોપીએ વધારે આવેશમાં આવીને થોડા સમય પછી તલવાર લઇને દંપતી પર ખૂની હુમલો કર્યો હતો. આ હુમલામાં મીનાબેન હિરપરાને તલવારના બે ઘા આગળ અને બે ઘા પાછળના ભાગે મારી ખૂન કર્યું હતું. આ સમયે બચાવવા વચ્ચે પડેલા પતિ હર્ષદભાઇ નારણભાઇ હિરપરાને પણ તલવારના ઘા મારતા હાથ અને પગમાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ભાયાવદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મીનાબેનનું મોત નિપજતા તેમના મૃતદહેનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

આ ખૂની હુમલાના બનાવની વધુ તપાસ પીએસઆઇ એન.કે.ચૌધરી ચલાવી રહ્યા છે. આ ખૂની હુમલાના બનાવથી દંપતિ ખંડીત થયુ હતું. અકાળે થયેલા મીનાબેનને મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મીનાબેનને સંતાનમાં બે બાળકો છે. જેમાં એક પુત્રની ઉંમર 12 વર્ષ અને પુત્રીની ઉમર 7 વર્ષ છે. આ દરમિયાન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ હત્યાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીમાંથી એક આરોપી હાથવેંતમાં જ છે અને ટૂંક સમયમાં જ આરોપીને પોલીસના હાથમાં આવી જશે ત્યાર બાદ હત્યા પાછળનું સાચુ કારણ જાણવા મળશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો