તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસાણમાં બે વર્ષમાં 130 થી વધુ છાત્રો ખાનગી શાળામાંથી પરત આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણઃ હાલ વાલીઓમાં પોતાનાં સંતાનોને મોંઘીદાટ ખાનગી શાળાઓમાં ભણાવવાનો ભારે ક્રેઝ છે. જોકે, તેની પાછળ દેખાદેખી કારણભૂત છે. કંઇક અંશે શિક્ષણની ગુણવત્તા ખાનગી શાળાઓમાં સારી હોવાની દલીલો પણ થાય છે. પરંતુ ભેંસાણની જીન પ્લોટ સરકારી પ્રાથમિક શાળાની વાત જુદી જ છે. અહીં છેલ્લા બે વર્ષમાં 130 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને ભણવા આવ્યા છે. શાળાનાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પગલે સ્ટાફને આ સફળતા મળી છે.
જીન પ્લોટની સરકારી પ્રાથમિક શાળામાં લોકાનુદાન અને શ્રેષ્ઠ શિક્ષણ થકી વાલીઓનાં ઉત્સાહમાં વધારો

આ અંગે જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળાનાં આસી. શિક્ષક ડો. કે. વી. શેલડિયાએ આ વર્ષે ખાનગી શાળાની માફકજ પોતાની શાળાની વિશેષતાઓને સમાજ સુધી પહોંચાડવા માટે આખા ભેંસાણમાં પ્રચાર પ્રસાર માટે 40 જેટલાં હોર્ડીંગ લગાવ્યાં. અને પ્રચાર અભિયાન છેડ્યું. છાપામાં પેમ્ફલેટ પણ નાંખ્યા. સરકારી શાળામાં પોતાનાં બાળકોને ભણાવવા બદલ નાનમ અનુભવતા લોકોને વેકેશન દરમિયાન શિક્ષકો ભેંસાણનાં પ્રતિષ્ઠિત લોકોને સાથે રાખી આર્થિક સમૃદ્ધ લોકોને ડોર ટુ ડોર મળ્યા. અને તેમનાં સંતાનોને સરકારી શાળા તરફ વાળ્યા. પરિણામે અન્ય લોકો પણ પોતાનાં સંતાનોને સરકારી શાળામાં ભણાવવા પ્રેરાયા.
સાધન સામગ્રી માટે શિક્ષકોએ જ 1 લાખની વધુનો ફાળો એકઠો કર્યો

તાલુકાની 44 શાળાઓ પૈકી જીન પ્લોટ સરકારી પ્રાથમિક શાળા અાજે સંખ્યાની દૃષ્ટિએ પ્રથમ છે. શાળામાં સાધન સામગ્રી માટે ડો. શેલડિયા તેમજ શિક્ષકો ગોંડલીયા અને પોશીયાએ રૂ. 1 લાખથી વધુનો લોકફાળો કર્યો. બાળકોમાં હિમોગ્લોબિન ઓછું જણાતાં શાળામાંજ બાળકોને ઉત્તમ અને પૌષ્ટિક નાસ્તો મળી રહે એ માટે ઇલેક્ટ્રીક કાંટાથી નાસ્તો જોખીને પેકીંગ કરાય છે. ડો. શેલડિયા શાળા સિવાયથી 4 થી 5 કલાક શાળાને બુલંદી પર લઇ જવા ફાળવે છે. શાળામાં લોકફાળાથી સીમેન્ટનાં 17 બાંકડા, વોટર કુલર, ફિલ્ટર, મૂકવામાં આવ્યા છે. આમ હાલનાં સમયમાં મોટા ભાગનાં લોકો ખાનગી શાળા-કોલેજ અને સંસ્થાઓમાં અભ્યાસ કરાવવાનો આગ્રહ રાખે છે ત્યારે આ શાળા તેમના માટે ઉદાહરણ રૂપ છે.

તાલુકાની શાળાઓમાં સૌથી મોટું 3 ડી થિયેટર

જીન પ્લોટ શાળામાં ભેંસાણ તાલુકાનું મોટામાં મોટું પ્રથમ 3ડી થિયેટર બનાવાયું છે. ઇ-ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓએ ઇ-શિક્ષણ અપાય છે.
ફિક્સ પગાર છત્તાં પ્રિન્ટરનું દાન
ડો. શેલડિયા પોતે ફિક્સ પગારમાં ફરજ બજાવે છે. પરંતુ તેમણે 7200નું પ્રિન્ટર શાળાને દાનમાં આપ્યું છે. આ ઉપરાંત શાળાનો સ્ટાફ દર વર્ષે પ્રવાસમાં જનાર બાળકોને પોતાનાં ખર્ચે ભોજન કરાવે છે.

શિક્ષણ પર અસર નથી પડી

શાળામાં બાળકોની સંખ્યા વધતાં તેની અસર શિક્ષણ પર ન પડે તે માટે શિક્ષકોએ પોતાનાં ખર્ચે એક વધારાનાં ટીચરની નિમણૂંક પણ કરી છે. ઉલ્ટું, અહીંનાં બાળકો જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં સિલેક્ટ થઇ રહ્યા છે. તો એનએમએમએસ જેવી રાષ્ટ્રીય સ્કોલરશીપની પરીક્ષામાં પણ મેરિટ મેળવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો