જૂનાગઢ: કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1 લી જૂલાઇથી સમગ્ર દેશમાં ગુડસ એન્ડ સર્વીસ ટેકસ (જીએસટી)ની અમલવારી કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર દેશમાં ઠેર-ઠેરથી જીએસટીનો વિરોધ વેપારીઓમાંથી ઉઠી રહયો છે. ત્યારે આગામી 30 મી જૂનનાં જૂનાગઢ જિલ્લાનાં તમામ વેપારીઓ બંધ પાળી જીએસટીનો વિરોધ નોંધાવશે. ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં શહેર - જિલ્લાનાં તમામ વેપારીઓ, આગેવાનો હાજર રહયાં હતાં. આ બેઠકમાં કાપડ, કરીયાણુ, ઇલેકટ્રોનિકસ સહિતનાં વિવિધ ક્ષેત્રનાં વેપારીઓ હાજર રહયાં હતાં.
ગાંધીચોકમાં તમામ વેપારીઓ રામધૂન બોલાવશે
બેઠકમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવતો જીએસટીનો વિરોધ દર્શાવવા આગામી 30મી જૂનનાં રોજ જિલ્લાનાં તમામ વેપારીઓ બંધ પાળશે એવું નકકી થયું હતું. તેમજ જૂનાગઢનાં ગાંધીચોકમાં સવારે 10.30 થી 11.30 દરમિયાન રામધુન બોલાવશે એવું ભુરાભાઇ દેસાઇ, સંજય પુરોહિત, ભુપેન્દ્ર તન્ના, નૈષધ જોબનપુત્રા અને બીપીન સોઢએ જણાવ્યું હતું.