તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢઃ માણાવદરમાં દારૂની મહેફીલમાં ફાયરીંગ, એક યુવાન ઘવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢઃ માણાવદરનાં લક્ષ્મીનગરમાં એક મકાનમાં દારૂની મહેફીલ જામેલ અને નશામાં ધુત એક શખ્સે બંદુકમાંથી ફાયરીંગ કરતાં ભાવનગરનો યુવાન ઘાયલ થયો હતો.
યુવાનના ઘરે બે યુવાનો આવ્યા હતા

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માણાવદરનાં લક્ષ્મીનગર સોસાયટીમાં અતીકડા નામનો શખ્સ રહેતો હોય તેનાં આમંત્રણથી ભાવનગરનાં સુભાષનગર રજપુતપરા વિસ્તારમાં રહેતા માલદે ઉર્ફે રવિ પોપટ લાખીયા (ઉ.વ.23) અને અજય અશોક નામનાં બે યુવાન તેનાં ઘરે આવેલા. બાદમાં આ શખ્સોએ મોડીરાત્રીનાં દારૂની મહેફીલ જમાવી હતી.
ઇજાગ્રસ્તને હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો
દરમિયાન પરોઢીયે 4 વાગ્યાની આસપાસ અતીકડો દારૂનાં નશામાં ધુત બની જઇ ઉશ્કેરાટમાં આવી ખાટલાનાં ગોદડા નીચે રાખેલી બારબોરની બંદુક કાઢી હવામાં ફાયરીંગ કરવા જવામાં અચાનક ટ્રીગર દબાઇ જતાં વછુટેલી ગોળી અજયનાં ડાબા હાથની પ્રથમ આંગળીને કાપીને સાથળમાં ઘુસી જતાં ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. અતીકડા ફાયરીંગ કરીને નાસી ગયો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. આ બનાવમાં પોલીસે કોળી યુવાન માલદેની ફરિયાદ નોંધી પીએસઆઇ ભોરણીયાએ અતીકડાને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો