ઊના: સવા લાખનાં દારૂનાં જથ્થા સાથે 1 ઝડપાયો, 7 નાસી છુટ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પોલીસે દારૂનાં જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો)
 
ઊના: ઊના તાલુકાના વાસોજ ગામના ખાડી વિસ્તાર પર આવેલા પુલ પાસે એક વાહનમાં દારૂનો જથ્થો દીવ વિસ્તારમાંથી પગપાળે ચાલીને ખાડીમાંથી પસાર થઇ ભરાતો હોવાની જાણ જૂનાગઢ આરઆરસેલના સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન માહીતી મળતા તેણે તપાસ હાથ ધરતા રોડના કાઠે ઉભેલા ઇનોવાકાર આવતા તેની તલાસી લે તે પહેલા પોલીસને જોઇ આ ઇનોવા કાર અવારુ જગ્યાઓમાંથી નાશી છુટેલ હતી ત્યારબાદ પોલીસે આ વિસ્તારમાં તપાસ કરતા દીવ ઘોઘલા તરફથી બાબુ ઉર્ફે બબલો ગીગા સોલંકી દેવી પુજક (રહે ઊના જીઇબીના ખારા વિસ્તાર) વાળો પકડાયેલ ગયો હતો.
 
ઇગ્લીસ દારૂની બોટલોનો જથ્થો રૂ. 1,12,500  લાખનો મુદામાલ પકડી પાડેલ છે
 
તેની પુછપરછ કરતા અલગ અલગ જગ્યાએ 10 બાચકા ભરેલા દારૂ છુપાડેલ તે કાઢી આપતા પોલીસે આ દારૂનો જથ્થો સંજય કરશન મજીઠીયા (રહે ઊના) વાળાએ દીવ વિસ્તારમાંથી લાવી આપેલો અને વાસોજના ખારામાંથી કોડીનારના બે શખ્સોને આ દારૂ ઇનોવાકારમાં ભરી આપવા પોલીસને જણાવતા પોલીસ જુદીજુદી ઇગ્લીસ દારૂની બોટલોનો જથ્થો રૂ. 1,12,500  લાખનો મુદામાલ પકડી પાડેલ છે. અને આ દારૂના જથ્થામાં એકની ધરપકડ કરી છે. 
 
જ્યારે કિશન સુખા સોલંકી, શૈલેસ કેશુભાઇ, સંજય બાબુ, બાબુ જોરુ સંજય કરશન મજીઠીયા, (રહે બધા ઊના) કાસમ હસન મંસુરી (રહે કોડીનાર) વાળા સામે દારૂની હેરાફેરી અને દારૂનો ગેરકાયદેસર રીતે ગુજરાતની હદમાં ઘુસાડવા અંગે ગુનો દાખલ કરી આ નાશી છુટેલા શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી છે.ઉના પંથકમાંથી વારંવાર દારૂ પકડાઈ રહ્યો છે. પોલીસની સર્તકતાથી બુટલેગરોનાં ઈરાદાઓ નિષ્ફળ નિવડી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...