વેરાવળ શહેર ભાજપ પ્રમુખ સામે વ્યભિચાર અને છેતરપીંડી સહિતની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળઃ વેરાવળ શહેર ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખ વિરૂધ્ધ જૂનાગઢમાં રહેતી એક વિપ્ર મહિલાએ વ્યાભિચાર અને છેતરપીંડી સહિતની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે આ ભાજપ શહેર પ્રમુખ સહિત ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
પ્રમુખની કાયદેસરની પત્ની-પુત્ર અને તાલુકા ભાજપ પ્રમુખ સામે પણ ગુનો નોંધાયો

વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અને શહેરભરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સા મુજબ, જૂનાગઢમાં રહેતી મનસુખભાઇ મહેતાની પુત્રી હર્ષાબેન ઉર્ફે વર્ષાબેન પ્રવિણભાઇ રૂપારેલીયાએ વેરાવળના પ્રવિણ રસીકલાલ રૂપારેલીયા, રીટાબેન પ્રવિણ રૂપારેલીયા, નિરવ પ્રવિણભાઇ રૂપારેલીયા અને સરમણ વેજાભાઇ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં એમ જણાવ્યું છે કે, પ્રવિણ રૂપારેલીયાએ પોતાની સાથે છેતરપીંડીથી લગ્ન કર્યા હતા. જેમાં તેણે અગાઉનાં લગ્ન છુપાવી સહવાસ કરી આબરૂ લેવાના ઇરાદે રોકી રાખી વિશ્વાસઘાત અને ઠગાઇ કરી હતી.
3 માસ પહેલાં મહિલાએ હોબાળો મચાવ્યો હતો
આ પ્રકરણે ત્રણેક માસ પૂર્વે ફરીયાદી મહિલા અને તેની પુત્રીએ મહિલા પોલીસની મદદ લઇ શહેર પ્રમુખ પ્રવિણ રૂપારેલીયાના ઘરે જઇ હોબાળો મચાવેલ હતો અને ત્યારબાદ જિલ્લા પોલીસવડાને લેખિત અરજી અને ફરિયાદ આપેલ હતી.
કાયદો કાયદાનું કામ કરશે : જિલ્લા પ્રમુખ

રાજ્યમાં ભાજપના મહિલા મુખ્યમંત્રીનું શાસન હોય અને મહિલા સશકિતકરણ મુદ્દે સશકિતકરણ મુદે સરકાર કટીબધ્ધતાની વાતો કરે છે. ત્યારે સતાધારી ભાજપના જવાબદાર હોદેદારો વિરૂધ્ધ પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુદ્દે ગીર-સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખે ઝવેરીભાઇ ઠકરારનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આ ફરિયાદ પાયા વિહોણી છે અને રાજકીય હરીફો દ્વારા ઇરાદાપુર્વક કાવાદાવાથી ફરિયાદ નોંધાવેલ છે.

હરીફોનું ષડયંત્ર : રૂપારેલીયા

બીજી તરફ ફરિયાદી વિપ્ર મહિલાએ આરોપી પ્રવિણભાઇ રૂપારેલીયાને પતિ તરિકે દર્શાવ્યા છે. ત્યારે આ મુદ્દે શહેર ભાજપ પ્રમુખ પ્રવિણ રૂપારેલીયાના જણાવ્યું કે આ વાત પાયા વિહોણી છે અને મારી રાજકીય કારકિર્દીને હાની પહોંચાડવા માટેનું સુઆયોજીત ષડયંત્ર છે.
અન્ય સમાચારો પણ છે...