તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદર્શ સ્મારકમાં જૂનાગઢનું એકપણ સ્મારક નહી, યાદી જાહેર કરવામાં આવી હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ પુરાતત્વ વિભાગ દ્વારા દેશનાં 100 આદર્શ સ્મારકની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જૂનાગઢનાં એકપણ સ્મારકનો સમાવેશ કરવામાં આવ્યો નથી. દેશનાં આદર્શ સ્મારકોની યાદી પુરાતત્વ વિભાગે જાહેર કરી છે. શરૂઆતનાં તબક્કામાં 25 સ્મારકોનો સમાવેશ કર્યો હતો, પરંતુ સંશોધન કરતા કરતા અન્ય 75 સ્મારકોની યાદી જાહેર કરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી દીવના કિલ્લાનો સમાવેશ કર્યો છે એ ગૌરવની બાબત છે. પરંતુ ઐતિહાસિક શહેર તરીકે જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો, ખાપરા કોડીયાની ગુફા, બૌદ્ધગુફા, નવઘણકૂવો વગેરે સ્મારકો આવેલા છે. જેેને નિહાળવા માટે દરવર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.

પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર બને તે માટે આદર્શ સ્મારકની જાહેરાતો કરવામાં આવતી હોય છે. ખાસ તો આદર્શ સ્મારક બને તો પુરાતત્વ વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા શૌચાલય, પીવાનું પાણી, સ્વચ્છતાને લગતી સવલતો આપી પ્રવાસીઓની યાત્રામાં સુખાકારી વધારે છે. જેમાં જૂનાગઢનાં એકપણ સ્મારકની નોંધ કરવામાં આવી નથી. પુરાતત્વ વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તે માટે આદર્શ સ્મારક જાહેર કર્યા હતા. ગુજરાતનાં કેટલાક નામી સ્મારકોનો પણ સમાવેશ થયો નથી.

આદર્શ સ્મારકો માટે મોબાઇલ એપ્લીકેશન બનાવી

પ્રવાસન વિભાગે આદર્શ સ્મારકો માટે સ્વચ્છ પર્યટન મોબાઇલ એપ્લીકેશન જાહેર કરી છે. જે આગામી ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશેે. જેમાં પર્યટકો સ્મારક વિશે રજૂઆત કરી શકશે અને તાત્કાલિક અધિકારી પગલાં લેશે.
સ્મારક જાહેર થાય તો 300 મીટર સુધી પ્લાસ્ટિક નહીં
પ્લાસ્ટિકનાં કચરાનો નાશ કરવો મુશ્કેલ છે. આદર્શ સ્મારક જાહેર થાય તો પુરાતત્વ વિભાગ 300 મીટરનાં વિસ્તારને પ્લાસ્ટિકમુક્ત ઝોન જાહેર કરી દે છે.
અન્ય સમાચારો પણ છે...