તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AAP નેતા કનું કલસરિયાએ દલિતોની નાડ પારખી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢઃ જૂનાગઢમાં આજે આમ આદમી પાર્ટીનાં નેતા ડો.કનુભાઇ કલસરિયા આવ્યા હતા.તેમણે સિવીલ હોસ્પીટલમાં સરવાર લેતા ધોરાજી તાલુકાનાં યોગેશભાઇ હીરાભાઇ, વિનોદભાઇ નાનજીભાઇ સોલંકી, હિતેશભાઇ નથુભાઇ ચૌહાણની મુલાકાત લીધી હતી. તે સમયે આપનાં નેતા ડો. કનુભાઇએ દલિત યુવાનની નાળ તપાસી હતી. તેમજ તા. 22 જૂલાઇનાં દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ પણ દલિત સમાજની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ડો. કનુભાઇએ નાળ પકડા ચર્ચા થઇ હતી કે આમ આદમી પાર્ટીએ દલિતની નાળ પકડી છે.
મુખ્યમંત્રી ન મળતાં દલિત આધેડે એસિડ પીધું

દલિત પરિવાર પરનાં અત્યાચારની ઘટનામાં ન્યાય માટે દલિત યુવા સંગઠન દ્વારા 6 મુદ્દાની માંગણી સાથે અાજે સવારે ત્રિકોણ બાગે આવેલી આંબેડકરની પ્રતિમા પાસે બેસી ધરણા કરી રહ્યા હતા. દરમ્યાન દલિત યુવાનોએ કહ્યું હતું કે, વહીવટી તંત્રનાં કેટલાક અધિકારી અમારી વિરૂદ્ધ હોય તેમ બંધ રહેલા ગામને પાછળથી ખોલી નાંખવા જણાવ્યું હતું. પરિણામે દલિત યુવાનો આક્રોશ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. એ વખતે ઉનાનાં સામતેરનાં દલિત આધેડ રાજાભાઇ પુંજાભાઇ પરમાર (ઉ.50) અચાનક જય ભીમનો નારો લગાવી બાબા આંબેડકરની પ્રતિમા પર ચઢી ગયા હતા. અને અચાનકજ તેમણે એસિડ પી લીધું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો