ગીરમાં રેડ એલર્ટઃ ગેરકાયદે સિંહ દર્શન રોકવા વન વિભાગની ફ્લેગ માર્ચ

11 નવેમ્બર સુધી ગીર ફરતે રાત દિવસ પેટ્રોલીંગ કરાશે

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 10:09 PM

જૂનાગઢઃ ગીરના જંગલના આસપાસના વિસ્તારોમાં ગેર કાયદેસર લાઈન શોની પ્રવૃતિને ડામવા માટે વન વિભાગ દ્વારા એક અઠવાડિયું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. આ ઉપરાંત ગીરના આસપાસના ગામડાઓમાં વન વિભાગે ફ્લેગ માર્ચ પણ યોજી હતી. 11 નવેમ્બર સુધી ગીર ફરતે રાત દિવસ પેટ્રોલીંગ કરાશે અને જો કોઈ સિંહ જોવાની લાયમાં ગેર કાયદેસર રીતે જંગલમાં પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે. દિવાળીના તહેવારને લઈ પ્રવાસીઓનો ભારે ધસારો રહે તો હોય છે ત્યારે જંગલમાં ગેર કાયદેસર સિંહ દર્શન કરાતું હોય છે જેને લઈને વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

તહેવારો નિમીતે ગીરના જંગલમાં પ્રવાસીઓની વધારો ભીડ રહેતી હોય છે પરંતુ સિંહ દર્શન માટેની ટિકીટો મર્યાદિત પ્રમાણમાં હોય છે જેને કારણે ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિમાં વધારો જોવા મળે છે. આ ઉપરાંત વન વિભાગના જ કેટલાક કર્મચારીઓ રૂપિયાની લાલચમાં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ કરે છે. સિંહ દર્શન માટે ટિકીટોમાં પણ બે મહિના જેટલું વેઈટીંગ રહે છે તેનો લાભ લઈ વન વિભાગના કર્મચારીઓ ગેરકાયદે સિંહ દર્શન કરાવે છે. હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ આ પ્રવૃતિને રોકવમાં કેટલી હદે કામયાબ રહે છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App