જૂનાગઢને ધાર્મિક અને શૈક્ષણિક ટુરીઝમ હબ તરીકેની ઓળખ આપતા સ્થળો

જૂનાગઢમાં વર્ષે 30 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢમાં વિશાળ તકો રહેલી છે

Bhaskar News | Updated - Nov 08, 2018, 10:28 PM
દાતાર
દાતાર

જૂનાગઢ: શહેરએ નવાબનાં શાસન કાળથી જ પ્રવાસન ક્ષેત્રે પ્રોત્સાહન મળ્યું છે. પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢમાં વિશાળ તકો રહેલી છે. ગિરનાર પર્વતની પરિક્રમાનો પણ અનેરો મહિમા છે. જૂનાગઢમાં વર્ષે 30 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે.

ધાર્મિક, શૈક્ષણિક ટુરીઝમ હબ તરીકેની ઓળખ આપતા સ્થળો

નરસિંહ મહેતાનો ચોરો: આશરે સાડા પાંચસો વર્ષ પહેલા થઇ ગયેલા ભક્ત કવિ નરસિંહ મહેતાને ગુજરાતી પદ્ય સાહિત્યનાં આદ્ય કવિ કહેવામાં આવે છે. તેમનાં પ્રભાતિયા અને રામગ્રી આજે પણ આદ્યાત્મિક ભજનોની શ્રેણીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. નરસિંહ મહેતાનો ચોરો અેટલે મહેતાજીનું એક સમયનું રહેઠાણ. અહીં મંદિરમાં નરસિંહ મહેતાની પ્રતિમાનાં હાથમાં જે કરતાલ છે. એ ખુદ નરસિંહ મહેતાનાં ઓરીજનલ કરાલ છે.

દાતાર: ઉપલા દાતારની જગ્યામાં ગેબી ગુફામાં દાતાર બાપુનાં આભૂષણો સચવાયેલા છે. અને અહીં એક ધૂણો પણ છે. દર વર્ષે આ આભૂષણોની બ્રાહ્મણોનાં મંત્રોચ્ચાર સાથે સંદલ વિધી થાય છે. દર વર્ષે અહીં લાખો ભાવિકો દર્શનાથે આવે છે. દાતાર પર્વત ગિરનારની જ ગિરીમાળાનો એક ભાગ છે. અને ઉપલા દાતાર સુધી જવા જૂનાગઢનાં નવાબે સિમેન્ટનો મોટરરોડ પણ બનાવડાવ્યો હતો. જે આજે પણ અસ્તિત્વમાં છે.

વિલીગ્ડન ડેમ: વિલીગ્ડન ડેમ આશરે નવ દાયકા પહેલા બનાવવામાં આવ્યો હતો. નવાબે દીર્ઘદ્રષ્ટિ વાપરી લાંબા સમય સુધી જૂનાગઢવાસીઓને પાણીની તકલીફ ન પડે એ માટે તે બંધાવ્યો હતો. હાલ ડેમનાે સ્ત્રાવ વિસ્તાર પથરાળ હોવાથી ચોમાસામાં અહીં સંગ્રાહાયેલું પાણી સીધુ જ તળમાં ઉતરે છે. અને પથરાળ ભૂસ્તર તેને મોટાપાયે ગ્રહણ કરી લે છે. આથી જ આજે પણ જૂનાગઢમાં ભૂસ્તર સારૂ છે.

સક્કરબાગ ઝૂ: જૂનાગઢનું સક્કરબાગ ઝૂ હાલ દેશનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઝૂ ગણાય છે. અને તે દેશનું 150 વર્ષથીએ પ્રાચિન ઝૂ છે. અહીં માનવભક્ષી બનેલા દીપડાની જેલ પણ છે. તો સાવજો સારવાર માટેની હોસ્પિટલ પણ છે. સક્કરબાગ ઝૂ માં ગિરનારનાં સિંહોની આખી વશાંવળી પણ છે. દુનિયાભરનાં ઝૂ માં જેનું સૌથી વધુ આકર્ષણ હોય છે. એ સિંહો અહીંથી જ બધે મોકલવામાં આવે છે.

ભૂતનાથ મંદિર: ભૂતનાથ મંદિર પણ જૂનાગઢનું એક સૈકાથી યે જૂનું મંદિર છે. એ વખતે આ મંદિર શહેરની બહાર વનવગડામાં હતું. હાલ જોકે, તે જૂનાગઢની બરાબર મધ્યમાં આવી ગયું છે. અને રવિવારે તે લોકો માટે એક ફરવાનું સ્થળ બન્યું છે. અહીંનું નોટીસ બોર્ડ દર્શને આવતા ભાવિકો માટે અવનવી માહિતીનો સ્ત્રોત બની ગયું છે. તેની બાજુમાં શ્રાવણ માસમાં મેળો ભરાય છે.

મહોબત મકબરો: જૂનાગઢનાં નવાબ રસુલખાનજીને જ્યાં દફનાવવામાં આવ્યા છે એ આ ઇમારત એટલે મહોબત મકબરો. આ મકબરાનાં સંકુલમાં બાબી પરિવારનાં અન્ય સભ્યોની પણ કબરો આવેલી છે. મહોબત મકબરાની બાજુમાં જ બહાઉદ્દીનભાઇનો મકબરો પણ આવેલો છે. જે આગ્રાનાં તાજમહલની પ્રતિકૃતિ જેવો આભાસ ઉભો કરતો હોવાથી તેને જૂનાગઢી તાજ પણ કહેવાય છે. અહીં વિદેશી પ્રવાસીઓ પણ આવે છે.

અક્ષર મંદિર: જૂનાગઢનાં ટીંબાવાડી નજીક બીએપીએસ દ્વારા અક્ષર મંદિરનું 14 વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. એ વખતે બીએપીએસનાં સ્થાપક પ્રમુખ સ્વામી મહારાજે તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખુદ પ્રમુખ સ્વામીની પાવન ઉપસ્થિતીમાં એક સપ્તાહ સુધી ભાવિકોને તેમની અમૃત વાણીનો અને દર્શનનો લ્હાવો મળ્યો હતો. આજે તે ફરવાનાં સ્થળો પૈકીનું એક છે.

સ્વામીનારાયણ મંદિર: જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલું વડતાલ તાબાનું સ્વામી નારાયણ મંદિર હવે સોનાના મંદિર તરીકેની પણ ઓળખ પામે તો નવાઇ નહિં. તેનું ભૂમિપૂજન ખુદ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સ્થાપક ભગવાન સ્વામી નારાયણનાં હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ રાધારમણ ટેમ્પલ બોર્ડ હસ્તકનાં આ મંદિર હેઠળ સૌરાષ્ટનાં ઘણાં ખરાં મંદિરોનું સંચાલન કરવામાં આવે છે. અહીં પહેલા કાસ્ઠમાંથી બનેલો મંડપ પણ હતો.

કૃષિ યુનિવર્સિટી: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અગાઉ ગુજરાત કૃષિ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. એ વખતે દાંતીવાડામાં તેનું મુખ્ય મથક હતું. પરંતુ હવે તેને યુનિવર્સિટીનો દરજ્જો મળી જતાં તેનો ઘણો વિકાસ થયો છે. અહીં અનેક વિદેશી વિદ્યાર્થીઓ પણ ભણવા આવે છે. આ યુનિ.ની જમીન રાજરત્ન શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતાએ દાનમાં આપી હતી.

નરસિંહ મહેતા યુનિ.: તાજેતરમાંજ ગુજરાત સરકારે જૂનાગઢને વધુ એક યુનિવર્સિર્ટીની ભેટ આપી છે. સૌરાષ્ટ્ર યુનિ.નો વિસ્તાર ઘણો મોટો હોઇ તેનું હવે વિભાજન કરાયું છે. હાલ બિલખા રોડ પર પોલિટેક્નિકમાં તેની કચેરી આવેલી છે. અને તેની સામેની જમીન સરકારે નવા કેમ્પસ માટે ફાળવી છે. નરસિંહ મહેતા યુનિ.નું કાર્યક્ષેત્ર જૂનાગઢ, ગિર-સોમનાથ, પોરબંદર ઉપરાંત છેક દેવભૂમિ દ્વારકા સુધી વિસ્તરેલું છે.

મેડિકલ કોલેજ: જૂનાગઢની મેડીકલ કોલેજ ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત છે. જૂનાગઢ સિવીલ હોસ્પિટલ 410 બેડની હતી. એ વખતે રાજ્ય સરકારે અહીં મેડીકલ કોલેજ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્ય મંત્રી હતા ત્યારે 15મી ઓગષ્ટનાં દિવસે આ કોલેજનું ખાતમુહૂર્ત કર્યા બાદ તેમણે જૂનાગઢમાં ધ્વજવંદન પણ કર્યું હતું.

સોનાપુરી: જૂનાગઢનાં સ્મશાનમાં છેક માળિયા પંથકમાંથી ડાઘુઓ પોતાના સ્વજનોની અંતિમવિધી કરવા માટે આવે છે. અહીં વર્ષોથી ઇલેક્ટ્રીક ભઠ્ઠી અસ્તિત્વમાં છે. જોકે, હવે તે નવી બનાવાઇ છે. એ પહેલાં ગેસ આધારિત ભઠ્ઠી પણ સ્થાપવામાં આવી છે. જૂનાગઢ તીર્થ સ્થળ હોવાથી અહીં સોરઠનાં અનેક ગામોમાંથી મૃતદેહો અંતિમ વિધી માટે લાવવામાં આવે છે.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

નરસિંહ મહેતાનો ચોરો
નરસિંહ મહેતાનો ચોરો
વિલીગ્ડન ડેમ
વિલીગ્ડન ડેમ
સક્કરબાગ ઝૂ |
સક્કરબાગ ઝૂ |
ભૂતનાથ મંદિર
ભૂતનાથ મંદિર
મહોબત મકબરો
મહોબત મકબરો
અક્ષર મંદિર
અક્ષર મંદિર
સ્વામીનારાયણ મંદિર
સ્વામીનારાયણ મંદિર
કૃષિ યુનિવર્સિટી
કૃષિ યુનિવર્સિટી
નરસિંહ મહેતા યુનિ.
નરસિંહ મહેતા યુનિ.
મેડિકલ કોલેજ
મેડિકલ કોલેજ
સોનાપુરી
સોનાપુરી
X
દાતારદાતાર
નરસિંહ મહેતાનો ચોરોનરસિંહ મહેતાનો ચોરો
વિલીગ્ડન ડેમવિલીગ્ડન ડેમ
સક્કરબાગ ઝૂ |સક્કરબાગ ઝૂ |
ભૂતનાથ મંદિરભૂતનાથ મંદિર
મહોબત મકબરોમહોબત મકબરો
અક્ષર મંદિરઅક્ષર મંદિર
સ્વામીનારાયણ મંદિરસ્વામીનારાયણ મંદિર
કૃષિ યુનિવર્સિટીકૃષિ યુનિવર્સિટી
નરસિંહ મહેતા યુનિ.નરસિંહ મહેતા યુનિ.
મેડિકલ કોલેજમેડિકલ કોલેજ
સોનાપુરીસોનાપુરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App