જૂનાગઢનાં જોડાણની સમસ્યાનો અંત 9 નવેમ્બર 1947નાં રોજ આવ્યો હતો

જૂનાગઢની આઝાદીની પ્રથમ તસવીર, શામળદાસ ગાંધીએ ફરકાવ્યો હતો તિરંગો
જૂનાગઢની આઝાદીની પ્રથમ તસવીર, શામળદાસ ગાંધીએ ફરકાવ્યો હતો તિરંગો
મજેવડી દરવાજો
મજેવડી દરવાજો
સરદાર ગેઇટ
સરદાર ગેઇટ
બહાઉદ્દીન કોલેજ
બહાઉદ્દીન કોલેજ
વિવેકાનંદ સ્કૂલ
વિવેકાનંદ સ્કૂલ
ચોક્સી બજાર
ચોક્સી બજાર
દરબારગઢ
દરબારગઢ
રેલ્વે સ્ટેશન
રેલ્વે સ્ટેશન
Bhaskar News

Bhaskar News

Nov 09, 2018, 01:50 AM IST

જૂનાગઢ: એક તરફ જ્યારે કેપ્ટન હાર્વે જોન્સ રાજકોટ ખાતે જૂનાગઢનાં દિવાન શાહનવાઝખાન ભુટ્ટોનો પત્ર રિજીયોનલ કમિશ્નર નિલમભાઇ બુચને વંચાવી રહ્યા હતા. એ વખતે જૂનાગઢમાં શું બન્યું જૂનાગઢની આરઝી હકૂમતનાં સંભારણા ગ્રંથમાં પાના નં. 95 માં દર્શાવ્યા મુજબ તા. 8 નવેમ્બરે ભુટ્ટોએ બીજા દિવસે પ્રસિદ્ધ કરવાની પ્રેસ કોમ્યુનિક તૈયાર કરી. અને પછી કોઇને જાણ કર્યા વિના પોતે કેશોદ એરપોર્ટથી પાકિસ્તાનનાં કરાંચી નાસી ગયો. બીજા દિવસે તા. 9 નવે. 1947નાં રોજ નિલમભાઇ બુચ અને કાઠિયાવાડ ડિફેન્સ ફોર્સના કમાન્ડીંગ અોફિસર બ્રિગેડિયર ગુરૂદયાલસિંઘ પોતાનાં જવાનો સાથે જૂનાગઢ આવી પહોંચ્યા.

મજેવડી દરવાજે હાર્વે જોન્સે તેમનું સ્વાગત કર્યું. નિલમભાઇએ સાંજે 6 વાગ્યે જોન્સ અને જૂનાગઢ રાજ્યનાં ચીફ સેક્રેટરી પાસેથી ચાર્જ સંભાળી લીધો. અને ત્યાંથીજ જૂનાગઢનાં ગેઝેટ દસ્તુર અમલ સરકારમાં એક ઢંઢેરો પ્રસિદ્ધ કરવાની સુચના આપી દીધી. ત્યાંથી આખો રસાલો ટેન્કો સાથે હંકારતો એમજી રોડ પર થઇ કાળવા ચોકમાં ગયો. ત્યાંથી જવાહર રોડ, ગોધાવાવની પાટી પાસેથી ગેબનશા રોડ ચઢી ટેન્કો ઉપરકોટમાં પ્રવેશી. જ્યાં તિરંગો ફરકાવાયો. એ વખતે આખો સીનારીયો નજરે જોનારનાં કહેવા મુજબ ઘણાંખરા લોકોને ખબર ન હોતી કે આ ભારતીય લશ્કરની ટેંકો છે. એટલે તેઓએ ઘરનાં બારી બારણાં બંધ રાખ્યા હતા.

નહેરુ-લીયાકત અલી વચ્ચે થયેલો પત્રવ્યવહાર

9 નવેમ્બર, આ પ્રશ્નનો જૂનાગઢની પ્રજાની ઇચ્છા મુજબ નિકાલ થશે

જૂનાગઢમાં એક તરફ આનંદનો માહોલ છવાયો હતો એજ વખતે દિલ્હીમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પાકિસ્તાનના વડાપ્રધાન લીયાકતઅલીને તાર કરી જણાવ્યું કે, હિંદ સરકારે અવ્યવસ્થા અને તેના પરિણામરૂપ અંધાધૂંધીને અટકાવવા દિવાન ભુટ્ટોની વિનંતીનો સ્વીકાર કરી જૂનાગઢનો વહિવટ સંભાળવાનું સ્વીકાર્યું છે. પણ હિંદ સરકાર આ વ્યવસ્થા લાંબો સમય ચલાવવા માંગતી નથી. આ પ્રશ્નનો જૂનાગઢની પ્રજાની ઇચ્છા મુજબ નિકાલ લાવવા ઇચ્છે છે. તેમજ જૂનાગઢના જોડાણનો અને તેને લગતા પ્રશ્નો પાકિસ્તાના પ્રતિનિધીઓ સાથે વ્હેલી ચકે ચર્ચવા ઇચ્છે છે.

11 નવેમ્બર, કબ્જો લેવા હિન્દ સરકારે પાકિસ્તાનનાં પ્રદેશની સરહદનો ભંગ કર્યો

સામે લીયાકતઅલીએ જવાબ આપ્યો કે, જૂનાગઢ પાકિસ્તાન સાથે યોગ્ય રીતે ધોરણસર જોડાયેલું હતું. તેથી રાજ્યના દિવાનને કે ખુદ નવાબને હિંદી સરકાર સાથે એ અંગે કામચલાઉ કે કાયમી વ્યવસ્થા અંગે કશો વિચાર કરવાનો રહેતો નથી. ઉપરાંત પાકિસ્તાનની મંજૂરી સિવાય કે જાણ વગર જૂનાગઢ રાજ્યની હદમાં હિંદી સંઘનું લશ્કર મોકલી અને તેના વહિવટનો કબ્જો લેવામાં હિંદી સરકારે પાકિસ્તાનના પ્રદેશની સરહદનો ભંગ કર્યો છે. એટલુંજ નહીં, પણ આંતર્રાષ્ટ્રીય કાયદાનો પણ ભંગ કર્યો છે. પાકિસ્તાન એજ શરતે ચર્ચામાં ભાગ લેવા તૈયાર થાય કે, હિંદી લશ્કરને જૂનાગઢમાંથી પાછું ખેંચવામાં આવે. અને નવાબી તંત્રને ફરીથી સ્થાપવામાં આવે. જોકે, નહેરુએ આ વાતને ફગાવી દીધી હતી.

આઝાદી પહેલા જૂનાગઢની તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....

X
જૂનાગઢની આઝાદીની પ્રથમ તસવીર, શામળદાસ ગાંધીએ ફરકાવ્યો હતો તિરંગોજૂનાગઢની આઝાદીની પ્રથમ તસવીર, શામળદાસ ગાંધીએ ફરકાવ્યો હતો તિરંગો
મજેવડી દરવાજોમજેવડી દરવાજો
સરદાર ગેઇટસરદાર ગેઇટ
બહાઉદ્દીન કોલેજબહાઉદ્દીન કોલેજ
વિવેકાનંદ સ્કૂલવિવેકાનંદ સ્કૂલ
ચોક્સી બજારચોક્સી બજાર
દરબારગઢદરબારગઢ
રેલ્વે સ્ટેશનરેલ્વે સ્ટેશન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી