દિવાળીના તહેવારમાં દિવ તરફ પ્રવાસીઓનો ધસારો, ઉના-દિવ રોડ પર 5 કિમી વાહનોની કતાર

ઉના-દિવ રોડ પર હેવી ટ્રાફિક
ઉના-દિવ રોડ પર હેવી ટ્રાફિક
5 કિમી સુધીનો ટ્રાફિકજામ
5 કિમી સુધીનો ટ્રાફિકજામ
પોલીસે ચેકિંગ હાથ ધર્યું
પોલીસે ચેકિંગ હાથ ધર્યું

DivyaBhaskar.com

Nov 10, 2018, 05:33 PM IST

ઉના: હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતને અડીને આવેલા દિવ તરફ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આજે ઉનાથી દિવ તરફ જતા રોડ પર ચારથી પાંચ કિમી સુધી લાંબી વાહનોની કતાર લાગી ગઇ હતી. ટ્રાફિકજામ થતા પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ઉનાની તડ અને માંડવી ચેક પોસ્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું.

સાસણમાં રોજ 800થી 900 લોકો સિંહ જોવા ઉમટે છે

સૌરાષ્ટ્રના પ્રવાસે નિકળેલા પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકાત લેવાનું ચૂકતા નથી. સાસણમાં રોજની 150 જીપ્સી ઉપડે છે. જેનું ઓનલાઇન બુકિંગ થયું હોય તેઓ જ સિંહ દર્શન કરી શકે છે બાકી બારી પરથી કોઈ ટિકિટ મળતી નથી. હાલ રોજના 800થી 900 લોકો સાસણમાં સિંહ જોવા જોઇ રહ્યા છે.

ખોડલધામમાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા

રાજકોટના જેતપુર નજીક આવેલા ખોડલધામમાં પણ દિવાળીના તહેવારોને લઇને રોજ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ સિવાય સોમનાથ મંદિરે પણ ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. સોમનાથમાં હોટેલ કે ધર્મશાળામાં રૂમ મળી રહી નથી. તેમજ ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં પણ હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...

X
ઉના-દિવ રોડ પર હેવી ટ્રાફિકઉના-દિવ રોડ પર હેવી ટ્રાફિક
5 કિમી સુધીનો ટ્રાફિકજામ5 કિમી સુધીનો ટ્રાફિકજામ
પોલીસે ચેકિંગ હાથ ધર્યુંપોલીસે ચેકિંગ હાથ ધર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી