ઉના: 4 શખ્સોએ જાતિ પ્રત્યે ટિપ્પણી કરી 3 યુવકોને માર્યો માર, વીડિયો Viral

ઉના પોલીસે ચારમાંથી ત્રણ શખ્સોની કરી ધરપકડ
ઉના પોલીસે ચારમાંથી ત્રણ શખ્સોની કરી ધરપકડ
ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા
ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા

DivyaBhaskar.com

Nov 10, 2018, 12:21 PM IST

ઉના: ઉનાના નાંદ્રખ ગામમાં નવા વર્ષે એટલે કે ગુરૂવારના દિવસે ત્રણ યુવકોને જાતિ પ્રત્યે ટિપ્પણી કરી પીધેલી હાલતમાં ચાર શખ્સોએ માર માર્યો હતો. ચાર યુવકોએ માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં ઉના પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે જ્યારે એક હજી ફરાર છે. આ મામલો થયો ત્યારે ચર્ચા હતી કે આ ઘટનાનો સંબંધ ઉનાના સમઢિયાળાકાંડ સાથે છે. પરંતુ પોલીસે તે અંગે સ્પષ્ટીકરણ કરતા કહ્યું હતું કે, આ ઘટનાને સમઢિયાળાકાંડ સાથે કોઇ સંબંધ નથી.

ત્રણેય યુવાનોને સારવાર માટે ઉના બાદ જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

પ્રાપ્ત વિગત મુજબ ઉનાના નાંદ્રખ ગામમાં ત્રણ યુવક પોતાના દાદાના ઘરેથી પાછા ફરી રહ્યા હતા. ત્યારે પીધેલી હાલતમાં ચાર યુવકોએ તેમની સામે જાતિ વિષયક ટિપ્પણીઓ કરી હતી. જે પછી તેમણે ધોકા અને છરીથી હુમલો કરીને માર મારીને ફરાર થઇ ગયા હતાં. આ યુવાનોને સારવાર માટે પ્રથમ ઊના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાર બાદ જૂનાગઢ સિવિલ રીફર કર્યા હતા. ગામની વચ્ચે જાહેરમાં આ યુવકોને માર મારતો વીડિયો પણ ઉતારવામાં આવીને વાયરલ કરાયો હતો. પોલીસે હુમલો કરનાર ચારેય સામે એસ્ટ્રોસિટી સહિતની કલમો લગાવી એફઆઈઆર નોંધવામાં આવી હતી.

રાજકોટમાં બાઇક પર આવેલા બે શખ્સોએ કારના કાચ ફોડ્યા, ઘટના સીસીટીવીમાં કેદ

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો..........

માહિતી અને તસવીરો: જયેશ ગોંધિયા, ઉના.

X
ઉના પોલીસે ચારમાંથી ત્રણ શખ્સોની કરી ધરપકડઉના પોલીસે ચારમાંથી ત્રણ શખ્સોની કરી ધરપકડ
ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયાઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી