મુલાકાત/ સોમનાથમાં અમિત શાહ પરિવાર સાથે રોડ પરના ધાબા પર જમ્યા

સમુદ્રતટે કરોડોનાં ખર્ચે બનનાર વોક-વેનું ભૂમિપૂજન કરશે

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 10:58 AM

વેરાવળ: ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પરિવાર સાથે સોમનાથનાં દર્શને આવી પહોંચ્યા હતા. તેઓ સીધાજ સાગર દર્શન પહોંચ્યા હતા. જ્યાં ટ્રસ્ટનાં પી. કે. લહેરી તેમજ જિલ્લાનાં ભાજપનાં આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. અમિત શાહ આજે સવારે સોમનાથ દાદાનાં દર્શન કરશે.

અમિત શાહ પરીવાર સાથે સોમનાથ દાદાનાં દર્શન કરશે

અમિત શાહ કેશોદ સુધી હવાઇ માર્ગે આવી ત્યાંથી મોટરમાર્ગે સોમનાથ આવ્યા હતા.રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ શાંત થતાં તેઓ અહીં આવ્યા છે. ભાજપનાં કાર્યકરો પણ મોટી સંખ્યામાં તેમને આવકારવા સોમનાથ આવી પહોંચ્યા હતા. સોમનાથમાં તેઓએ સાગરદર્શન ખાતે ગિર-સોમનાથ જિલ્લાનાં ભાજપનાં માજી ધારાસભ્યો ગોવિંદભાઇ પરમાર, જશાભાઇ બારડ ઉપરાંત જિલ્લા ભાજપનાં ઝવેરીભાઇ ઠકરાર અને મહામંત્રી માનસીંગભાઇ પરમાર સાથે બેઠક યોજી હતી. પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી તેમને મળીને તુરતજ નિકળી ગયા હતા. બાદમાં તેઓ ગડુ ખાતે આવેલી એક હાઇવે હોટલે ભોજન માટે પહોંચ્યા હતા.આજે સવારે તેઓ સોમનાથ દાદાનાં દર્શન કરશે અને બાદમાં 10:30 વાગ્યે સમુદ્રતટે 45 કરોડનાં ખર્ચે બનનાર વોક-વેનું ભૂમિ પૂજન પણ કરશે. આ વોક-વે 1500 મીટર લાંબો અને 7 મીટર પહોળો રહેશે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App