તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેરવાણ ગામે યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં ડેરવાણ ગામે રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત નિજ્યું હતું. પોલીસમાંથી મળતી માહિતી મુજબ ડેરગામે રહેતા અજયસિંહ રૂપસિંહ ભાટી(ઉ.વ.30) નામના યુવાને અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી જતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન યુવાન અજયસિંહનું મોત નિપજ્યું હતું. યુવાનના મોતને લઇને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...