તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તારા ઘરનો કચરો ઉડે છે કહી પાડોશીના માથામાં બેલું માર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ તાલુકાનાં ચોકી સોરઠમાં અેક પાડોશીએ બીજા પાડોશીને કચરો ઉડે છે કહી માથામાં બેલું મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ તાલુકાનાં ચોકી સોરઠમાં સ્ટેશન પ્લોટ રામાપીરના મંદિરની બાજુમાં રહેતા સંજય હકુભાઇ સોલંકી (ઉ. 31)નાં પત્ની ઘરની બહાર સાવરણીથી કચરો વાળતા હતા. એ વખતે તેમની બાજુમાં રહેતા દિનેશભાઇએ કહ્યું, કચરો ઉડે છે. અને બાદમાં ગાળો દેવા લાગ્યા હતા. આથી સંજયભાઇ તેમને સમજાવવા જતાં દિનેશભાઇએ અગાશીમાંથી તેમના માથા પર બેલું મારી દીધું હતું. આથી સંજયભાઇને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે સંજયભાઇએ જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. બનાવની તપાસ હેડ કોન્સટેબલ આર. એ. બાબરીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો