તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમુદ્રમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રીપોર્ટર | પોરબંદર, જૂનાગઢ

ગુજરાતભરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ઉનાળાની ઋતુમાં કાળઝાળ તડકા અને ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. ત્યારબાદ હાલ એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવા લાગ્યા છે અને ઠંડા પવનો હોવાથી ઠંડકભર્યું વાતવરણ પ્રસરી ઉઠ્યું હતું. હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલ માછીમારોને પણ એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે. કારણ કે જખૌ નજીક સમુદ્ર વચ્ચે ખરાબ વાતાવરણ હોવાને લીધે એક બાર્જ ડૂબી ગયું છે. આ બાર્જમાં રહેલ 7 ક્રુ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા છે અને લાપતા બનેલા 1 ક્રુ મેમ્બરની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ માંગરોળ-પોરબંદર વચ્ચેના દરિયામાં દીવની એક બોટમાં પાણી ભરાયા બાદ બોટે જળસમાધી લીધી છે ત્યારે કોસ્ટગાર્ડ વિભાગે પણ જણાવ્યું હતું કે હવામાન ખરાબ હોવાને કારણે દરિયો રફ હોવાને કારણે જળસમાધી લેતી બોટને કિનારા સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડતી હતી. જેથી દરિયો રફ હોવાથી બોટની સાઈડમાંથી પાણી ભરાતા પાણી ઉલેચવું મુશ્કેલ બની ગયું હતું. આમ, વધુ એક વખત હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવ્યો હોય અને અરબી સમુદ્રમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરાતા માછીમારોને 18 એપ્રિલ સુધી એલર્ટની સુચના અપાઈ છે.

ગુજરાતના દરિયામાં ભારે પવન ફૂંકાશે ત્યારે 2 દિવસ સુધી પોરબંદર, ગીર-સોમનાથ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, નર્મદા, નવસારી, તાપી, સુરેન્દ્રનગર અને જામનગર વગેરે જિલ્લાઓમાં વધુ પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

માછીમારીની સીઝનનો આખરી તબક્કો
માછીમારીનો આખરી તબક્કો હાલ ચાલી રહ્યો હોય અને આ સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હોવાથી માછીમારોને એલર્ટ રહેવા સુચના આપી દેવામાં આવી છે. આગામી તા. 18 એપ્રિલ સુધી માછીમારોને સાવચેત રહેવા જણાવાયું છે ત્યારે સીઝનના આખર સમયમાં માછીમારોને નુકસાની વેઠવી પડશે.

અન્ય સમાચારો પણ છે...