તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંથલીમાં તું મારી બહેનને કેમ ફોન કરે છે કહી હુમલો, ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ | વંથલી ગામે યુવાન પર તેજ ગામનાં બે શખ્સોએ તું મારી બહેનને કેમ ફોન કરે છે તેમ કહીં પાઇપ વડે હુમલો કરી પગ અને પડખાનાં ભાગે ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કણજાધાર પ્રાથમિક શાળા પાસે રહેતા દિપકભાઇ બેચરભાઇ વાણવી પોતાનાં ઘરે જતાં હતાં ત્યારે અજય વાણવી રહે.વંથલી એ તેને બોલાવી તું કેમ મારી બહેનને ફોન કરે છે તેમ કહી માથાકુટ કરતાં ભોગ બનનારે કહયું હતું કે હું પણ વાણવી છું માટે હું ફોન નથી કરતો. પરંતુ અજય વાણવી અને અન્ય એક શખ્સ ઉશ્કેરાઇ જઇ લોખંડનાં પાઇપ વડે માર માર્યો હતો. અને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે વંથલી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...