તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2019માં વિશ્વના દિગ્ગજ નેતાઓએ કયા સંકલ્પ લીધા?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈયાન બ્રેનર ટાઈમ મેગેઝિનમાં દર અઠવાડિયે આંતરરાષ્ટ્રીય રાજકારણ અંગે કોલમ લખે છે આ વખતે તેમણે વિશ્વની હસ્તીઓએ નવા વર્ષે લીધેલા સંકલ્પો વિશે અનુમાન લગાવ્યું છે. રજૂ કરીએ છીએ વિશ્વના નેતાઓના સંભવિત સંકલ્પ.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ | હું ગત વર્ષની જેમ ચીન સાથે ટ્રેડવૉર જીતવા, ઓબામા કેર ખતમ કરવા, મુસ્લિમોના અમેરિકામાં પ્રવેશને સંપૂર્ણપણે રોકવા, સરહદે દીવાલ બનાવવા, રજા ન લેવા, અમેરિકાને ફરી મહાન બનાવવાનો સંકલ્પ લઉં છું.

બ્રિટિશ પીએમ થેરેસા | હું શાંત રહીશ. ઓહ, હું કોનાથી મજાક કરી રહી છું. હું ફરી બ્રેક્ઝિટ અંગે વધુ એક પ્રયાસ કરીશ.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં | હું પ્રજાની ઈચ્છા વધારે ધ્યાનથી સાંભળીશ અને સુનિશ્ચિત કરીશ કે તે ભૂખ્યા હોય તો સરકાર તેને પર્યાપ્ત માત્રામાં કેક ઉપલબ્ધ કરાવી શકે.

ચીનના પ્રમુખ શી જિન પિંગ | હું વાયદા કરતો રહીશ અને જ્યાં સુધી ટ્રમ્પ મારા રસ્તામાં નહીં આવે, ધીરજ રાખીશ. પછી હું પહેલાની જેમ આગળ વધવાનો સંકલ્પ કરીશ.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન | હું ગેરન્ટી આપું છું કે માર્ચમાં યુક્રેનની ચૂંટણી યાદગાર બની રહેશે. હું અમેરિકાને નારાજ કરવાના નવા-નવા રસ્તા શોધીશ. અમેરિકાની મજાક ઉડાડવાના પ્રયાસથી પોતાને અટકાવીશ.

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ | હું 2021ની વાસ્તવિકતાથી પેદા થનાર ખુશી છુપાવવાનો સંકલ્પ કરું છું. હું હવે યુરોપની તમામ સમસ્યાઓને ઉકેલવા માટે જવાબદાર નહીં રહું.

અન્ય સમાચારો પણ છે...