તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું માંગણી છે ? | ડોકટરોની એક જ માંગણી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું માંગણી છે ? | ડોકટરોની એક જ માંગણી છે કે, ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તેની સરકાર કાળજી લે. જયારે આવા બનાવ બને તો પોલીસ ફરિયાદ પછી તુરત આવા આરોપીને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવે. આમ, તબીબોની સુરક્ષાને સરકાર, સ્થાનિક તંત્ર પ્રાયોરિટી આપે તે જ માંગ છે.

કોણ કોણ જોડાશે ? | જૂનાગઢ શહેરની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનીકો, નર્સિંગ હોમ, લેબોરેટરીઝ તેમજ રેડીયોલોજીસ્ટો હડતાળમાં જોડાશે.

આગળ શું કાર્યવાહી ? | સોમવારે સવારે 9 વાગ્યે તમામ ખાનગી તબીબો એકઠા થશે અને વધુ કોઇ ડોકટર પર હુમલો ન થાય તે માટે શું કરવું તે અંગે આગળની રણનીતી તૈયાર કરવામાં આવશે. એક દિવસની હડતાળ બાદ સરકારનું કેવું વલણ રહે છે તેના આધારે આગળ શું કાર્યવાહી, આયોજન કરવા તે નક્કી કરવામાં આવશે. જો સરકારનું યોગ્ય વલણ હશે તો ઠીક છે બાકી, આગળની લડતના કાર્યક્રમો અંગે સેન્ટ્રલ કમિટીના આદેશ મુજબ કાર્યવાહી નક્કી કરાશે.

સરકારી હોસ્પિટલ પર સારવારનો બોઝ વધશે
જૂનાગઢના અંદાજે 250 જેટલા એમડી, એમએસ જેવા ખાનગી તબીબોની હડતાળથી અંદાજે 10,000થી વધુ દર્દીઓને સારવાર લેવા સરકારી હોસ્પિટલે જવું પડશે જેથી સિવીલમાં દર્દીઓની સારવારનો બોઝ વધી જશે.

અન્ય સમાચારો પણ છે...