તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોર્ડની પેટાચૂંટણીમાં ઉમેદવારી મુદ્ે કોંગ્રેસમાં ભડકો, ત્રણે જ ફોર્મ ભર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

વોર્ડ નં.13ની પેટા ચૂંટણીના ફોર્મ ભરવાના પ્રથમ દિવસ છ ફોર્મ ઉપડ્યા હતા અને ત્રણ ફોર્મ પરત જમા થયા હતા. આ ત્રણેય ફોર્મ કોંગ્રેસમાંથી ભરાયા છે. ફોર્મ ભરવાની સાથે કોંગ્રેસના ઘરમાં આગ લાગી ગઇ છે. શનિવારે ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સોમવારે ત્રણ ઉમેદવારોને જ ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવતા ચોથા ઉમેદવાર વિજયસિંહ જાડેજા (રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ મંત્રી) નારાજ થયા હતા અને ફોર્મ ભરતા પૂર્વે યોજાયેલી કોંગ્રેસની સભામાં પણ ગેરહાજર રહી નારાજગી વ્યક્ત કરી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.13ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે શનિવારે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં નરશી માંડણ પટોરિયા, છનિયારા યોગીન મનહર, ચોવટિયા વિપુલ મોહન અને વિજયસિંહ જાડેજાના નામની જિલ્લા કોંગ્રેસના પ્રભારી બ્રિજેશ મેરજા, કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત અને વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી, પરંતુ સોમવારે જ્યારે ફોર્મ ભરવાનો સમય આવ્યો ત્યારે વિજયસિંહને ફોર્મ ભરવા માટે લીલીઝંડી નહીં મળતા તેઓ નારાજ થયા હતા અને સ્વામિનારાયણ ચોક ખાતેના કોંગ્રેસના સંમેલનમાં ગેરાહાજર રહ્યા હતા. હાલ કોંગ્રેસમાંથી ત્રણ ફોર્મ પટોરિયા, છનિયારા અને ચોવટિયાએ ફોર્મ રજૂ કર્યા છે. પ્રદેશમાંથી જેમના નામનું મેન્ડેટ આવે તે ફોર્મ માન્ય રહેશે.

અન્ય સમાચારો પણ છે...