તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસાવદરના જીવાપરા ખાડિયા વિસ્તારની યુવતિ પર દુષ્કર્મ ગુજારી, દવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસાવદરના જીવાપરા ખાડિયા વિસ્તારની યુવતિ પર દુષ્કર્મ ગુજારી, દવા પીવા મજબુર કરનાર આરોપીને પોલીસે સુરતથી દબોચી લઇ તેની વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિસાવદરના જ આરોપી આરીફ દાદુભાઇએ પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપી, સંતાનોને મારી નાંખવાની ધમકી આપી મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો છે. તેમજ આરોપી દાદુભાઇએ ત્રાસ ગુજારી દવા પીવા મજબૂર કરી છે. દરમિયાન આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘે આરોપીને પકડી પાડી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. બાદમાં જૂનાગઢ ડિવીઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.ઝાલા તેમજ સ્ટાફના એએસઆઇ આર.બી. દેવમુરારી, પોલીસ કોન્સ્ટેબલ પુનાભાઇ, નિલેશભાઇ, અનિભાઇ વગેરેએ ટીમ બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન આરોપી ખાનગી ટ્રાવેલ્સની બસમાં કલીનર તરીકે કામ કરતો હોવાનું અને સુરત હોવાનું જાણવા મળતા એક ટીમે સુરત જઇ સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી આરીફભાઇ દાદુભાઇને ઝડપી લઇ વિસાવદર ખાતે લઇ આવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...