તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસાવદરનાં જેતલવડમાં શાકભાજીનાં ધંધાર્થીએ બાકી પૈસા માંગતા માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર તાલુકાના જેતલવડ ગામે શાકભાજી વેંચવાનો ધંધો કરતો યોગેશ અશ્વિનભાઇ બારડ બપોરેના સમયે શાકભાજી વેંચવા ગામમાં નિકળેલ તે સમયે ગામમાં રહેતા ભરત રીબડીયા ઉર્ફે લંબુના ઘર પાસે રેકડી ઉભી રાખી શાકભાજીના પૈસા બાકી હોય, ઉઘરાણી કરતા આરોપીએ પૈસા આપવાની ના પાડી મારી પત્ની પાસે પૈસા કેમ માંગે છે ω અહિં રેકડી ઉભી નહિ રાખવાની તેવું કહિ હડધુત કરેલ અને ત્યારબાદ ફરિયાદી પોતાના ઘર તરફ પાછો વળેલ ત્યારે આરોપી અને તેનો પડોશી રમેશ બરવાળીયા મોટર સાયકલ પર આવી ગાળો આપી કુહાડી તથા ત્રિકમના હાથા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે ફરિયાદીનાં માતા ભાનુબેન અને અતુલ હુલા કોળી વચ્ચે આવી જતા માં-દિકરા બંન્નેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ 108 મારફતે વિસાવદર સરકારી દવાખાનામાં બંનેને સારવાર માટે લઇ જવાયા હતા. સારવાર દરમિયાન બંન્નેને ગંભીર ઇજાને લીધે ફેક્ચર થયાનું જણાવી તબીબોએ જૂનાગઢ રીફર કર્યા હતાં. આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...