તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએમના હેલિપેડ માટે મેડીકલ કોલેજનાં ઢગલાનો સદુપયોગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંકુલમાં સર્જાયેલા મહાકાય ઢગલાને લીધે તાજેતરમાંજ એક દિપડો ત્યાં આવી ચઢ્યો છે. જો આ ઢગલો ન હોત તો અહીં મેડિકલના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસનું મેદાન હોત અને દિપડો અહીં ન આવત. ખુદ ડીન લેવલેથી રજૂઆતો થવા છતાં માટીનો ઢગલો નથી ઉપડ્યો. પણ આગામી 21 માર્ચે વડાપ્રધાનના આગામનને લઇ પીટીસી ગ્રાઉન્ડમાં હેલિપેડ માટે અહીંથી માટી ઉપાડવાનું શરૂ કરાયું છે
જૂનાગઢ મેડિકલ કોલેજના સંકુલમાં અાવેલા માટીના મહાકાય ઢગલા પર આખરે તંત્રની નજર પડી છે ખરી. આગામી તા. 21 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ આવનાર છે. ત્યારે તેમના હેલિકોપ્ટરના ઉતરાણ માટે પીટીસી ગ્રાઉન્ડમાં હેલિપેડ બનશે. અા મેદાનમાં ખાડા પૂરવા માટે મેડિકલ કોલેજના ઢગલાનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે. અને જેસીબીથી માટી ખોદી ડમ્પરથી ઠાલવવાનું શરૂ પણ કરાયું છે. આમ પીએમના આગમનને લીધે ઢગલાના નસીબ ખુલ્યા. જોકે, પીટીસી ગ્રાઉન્ડના ખાડા પૂરવા પૂરતો જ ઢગલો ઉપડશે એ પણ હકીકત છે.

જો વડાપ્રધાનનો 21 માર્ચનો કાર્યક્રમ ન યોજાત તો ઉપયોગ ન થાત


કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

પીએમના જૂનાગઢ કાર્યક્રમને લઇને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ પાસાંઓની ચર્ચા કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો