તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેરોજગારી | સરકારી ભરતી નહિ થાય તો આંદોલન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

એક તરફ બેરોજગારો વધતા જાય છે બીજી તરફ સરકાર દ્વારા ભરતી કરવાનું સ્થગિત કરવામાં આવ્યું છે જેના કારણે બેરોજગાર યુવાનોમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે આ મામલે ભરત કુવાડીયા, મયુર હિંગરાજીયા, દિવ્યેશ વાઢેર સહિતનાની આગેવાની હેઠળ બેરોજગારો યુવાનોએ જૂનાગઢ જિલ્લા કલેકટરને સંબોધીને એક આવેદન પત્ર આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે, સરકારી ભરતી નહી થાય તો બેરોજગારો પોતાની માંગ અને વ્યથા રજૂ કરવા રસ્તા પર ઉતરવા મજબૂર બનશે. ગુજરાતના લાખ્ખો બેરોજગારો ચિંતીત છે કે, જીઆરના કારણે ભરતી બંધ છે તો તેનું સમાધાન કયારે થશે ? સરકાર બેરોજગારોના હિત ખાતર સત્વરે નિર્ણય લઇ ન શકે ? ત્યારે આ મામલે સત્વરે યોગ્ય નિર્ણય લઇ ભરતી કરવા માંગ કરાઇ છે.

ભરતીના અભાવે આ મુશ્કેલી |કર્મીની ઘટના કારણે વહિવટી મુશ્કેલી વધતા અરજદારોને પરેશાની, કર્મી પર કામનું ભારણ, શિક્ષણ પર અસર, બાળકોને સરકારીને બદલે ખાનગી શાળામાં મોંઘી ફિ લઇ પ્રવેશ મેળવવો પડે, તલાટીના અભાવે ગામડામાં લોકોની પરેશાની વધે છે.

ધોરણ 9 થી 12 શિક્ષણ સહાયક, જીપીએસસી કલાસ 1 અને 2, કૃષિ યુનિવર્સિટીમાં કારકુન, પીજીવીસીએલમાં વિદ્યુત સહાયકો, તલાટી કમ મંત્રી, આઇટીઆઇ સુપરવાઇઝર- ઇન્સ્ટ્રકટર, ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક, ફોરેસ્ટ ગાર્ડ, એસટીમાં કન્ડકટર- ડાઇવર, બિન સચિવાલય કલાર્ક, સિનીયર અને જુનિયર કલાર્ક.

ભરતી કરવાની માંગ સાથે બેરોજગાર યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો