તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી કરનાર સગીર ઝડપાયો, 4 ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ આઇજી સુભાષ ત્રિવેદીની સુચનાથી આરઆરસેલનાં પીએસઆઇ ડી.બી.પિઠીયા, સંજયભાઇ, ગીરૂભા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન જૂનાગઢનાં ફાર્મસી ફાટક પાછળ યોગેશ્વર નગરમાં શાહનવાઝ ઉર્ફે શાહુ તથા તેમનાં માણસો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યાની બાતમી મળી હતી. આરઆરસેલે રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન વિદેશી દારૂની પેટી 28 બોટલ 336 નંગ કિ.રૂ.1,40,160, 1 મોબાઇલ તથા ફોરવ્હીલ કિ.રૂ.5 લાખ મળી 6,40,600નો મુદામાલ પકડાયો હતો જયારે એક બાળ આરોપી પકડાયો હતો આ ઉપરાંત રેઇડ દરમિયાન શાહનવાઝ ઉર્ફે શાહુ હનિફ બ્લોચ, સમીર હનિફ બ્લોચ, શાહરૂખ ઉર્ફે મુકરી રફીક બ્લોચ, મુનિર કાળુ બ્લોચ નાસી જવામાં સફળ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...