વોંકળા ઉડાની કામગીરીને માટી ચોરી સમજી લઈ 1 જેસીબી, 7 ટ્રેકટર કબજે કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદના શીલોદર ગામે વાેકળામાંથી માટી ચોરી થતી હોવાની પોલીસને જાણ થતાં તપાસ કરતા 7 ટ્રેક્ટર અને 1 જેસીબીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શીલોદરમાં ગામલોકો દ્વારા વોકળાને ઉડું કરવાની કામગીરી ચાલું હતી ત્યારે પોલીસને માટી ચાેરી થતી હોવાની જાણ થતાં માટી કામ સ્થળે તાત્કાલીક દોડી આવી તપાસ કરતાં જેસીબી જીજે 11 એડી 6174 તેમજ ટ્રેકટર જીજે 11 બીઆર 1440, જીજે 11 એમ 8681, જીજે 11 એએચ 8231, જીજે 11 એમ 2486, જીજે 11 એએસ 1119, જીજે 12 સીડી 1714, જીજે 14 ડી 8475 પકડી પાડી કેશોદ લવાયા હતા. જો કે, ગામલોકોએ તાત્કાલીક પાેલીસ સ્ટેશને દોડી આવી સરકારી વિભાગમાંથી પરમિશન લીધી હોવાની અને માટી ગૌશાળાનું લેવલીંગ કરવામાં આવતું હોવાની જાણ કરાતા પોલીસે ડ્રાઇવર પાસે ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ વાહના કાગળો ન હાેય તેથી માત્ર મેમો આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે શીલોદરના માજી સરપંચ જયદિપભાઇ ડોડિયાએ રૂબરૂ જણાવ્યું હતું કે, શીલોદર ગામલોકોએ ગૌશાળાના કામ માટે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી અને પંચાયત જળ સિંચાઇ સંશાેધન પેટાવિભાગ જૂનાગઢની મંજુરી લીધી હતી. જેથી પાણીનો સંગ્રહ પણ થાય તેમ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...