તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાન કઇ રીતે કરવું, શું કરવું, શું ન કરવું તેની સમજણ અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
13 - જૂનાગઢ લોકસભા માટે 23 એપ્રિલે સવારના 7 વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે ત્યારે મતદાતાને મતદાન સબંધી કોઇ મુશ્કેલી ન પડે તે માટે 1389 મતદાન મથકો પર પોસ્ટર લગાવવામા આવશે. ભારત ચૂંટણી પંચ, નવી દિલ્હીના આદેશ અનુસાર જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શનમાં આ કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને આ પોસ્ટર દ્વારા મતદાતાઓને મતદાન કઇ રીતે કરવું, મતદાન મથકે શું કરવું, શું ન કરવું તેમજ મતદાન કરી શકે તે માટે કેવા પુરાવા માન્ય ગણાશે તેની માહિતી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત એક પોસ્ટરમાં મતદાન મથકને લગતી તમામ માહિતી પૂરી પાડવામાં આવશે. ખાસ કરીને મતદાન મથકનું નામ, નંબર અને એડ્રેસ વગેરે દર્શાવવામાં આવશે તેમ ચૂંટણી મામલતદાર સી.જી. વાડોદરીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...