તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણખાણમાં દિવાલ ચણવા મામલે બે મહિલા પર હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ પંથકનાં પાણખાણ ગામે દિવાલ ચણવા મામલે બે મહિલા પર પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દિવાલ ચણવાનું કહેતા આ બંને પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ પંથકનાં પાણખાણ ગામે રહેતા જોશનાબેન અરવિંદભાઇ સોંદરવા અને કિંજલબેન પોતાનાં સીમમાં આવેલા ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હોય અને પોતાની હદમાં આવેલી જમીનમાં દિવાલ ચણવાનું કહેતા પીઠા પોલા સોંદરવા અને તેનો પુત્ર મુકેશ ઉશ્કેરાઇ ગયેલ અને બંને મહિલાઓને ઢીકાપાટુનો માર મારી મુકેશે કુહાડીથી હુમલો કરી જોશનાબેનનાં હાથમાં ઇજા પહોંચાડી હતી. આ બંને શખ્સોએ બંને મહિલાઓને જતા-જતા જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઇ બાલસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...