જૂનાગઢમાંથી બે છાત્રોએ વિદેશ અભ્યાસ માટે લોનની અરજી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે લોન આપવામાં આવે છે. જેમાં દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ સરકારી લોન મેળવી વિદેશમાં અભ્યાસ માટે જાય છે. રાજ્યના એક જિલ્લામાંથી માત્ર પાંચ જ વિદ્યાર્થીઓને એક વર્ષમાં લોન આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાંથી પણ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે અરજી કરી રહ્યા છે. વર્ષ 2019માં બે વિદ્યાર્થીઓએ અરજી કરી છે. પરંતુ ઉપરથી હજુ સુધી લોન આપવામાં આવી નથી. લોન મંજુર થયા બાદ તે વિદેશ અભ્યાસ માટે જઇ શકશે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા જવા માટે ધો.12 પછી જઇ શકશે. જેમાં 50 ટકાથી વધુ હોવા જોઇએ તો જ વિદ્યાર્થીને સરકાર દ્વારા લોન આપવામાં આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને પોસ્ટ ગેજ્યુએટ, પી.એચ.ડી, ઉચ્ચકક્ષાના સંશોધન અને કોમ્પ્યુટર ક્ષેત્રના વિદેશમાં ચાલતા અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાંથી બે વિદ્યાર્થીઓ સરકારની લોન સહાય મળ્યા બાદ વિદેશમાં અભ્યાસ માટે જશે. જૂનાગઢ જિલ્લામાં દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે લોનની અરજી જિલ્લા નાયબ નિયામકની કચેરીમાં કરે છે. ત્યારે હવે આ વર્ષે પણ અન્ય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જવા માટે અરજી કરી શકશે.

વિદેશ અભ્યાસ લોન લેવા માટે ધો.12માં 50 ટકાથી વધુ હોવા જોઇએ

અન્ય સમાચારો પણ છે...