તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખલીલપુર ગામે આવેલી જમીન પચાવી પાડવા બે શખ્સોએ યુવાનને છરી મારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાં રહેતા યુવાનની ખલીલપુર ગામે જમીન આવેલી છે પરંતુ બે શખ્સો દ્વારા તેમની જમીન પછાવી પડવાના ઇરાદે યુવાનના પિતાને બે દિવસ પહેલા ધમકી આપી હતી બાદ સોમવારના યુવાન તેમની વાડી ગયો હતો તે દરમિયાન 2 શખ્સોએ છરી વડે હુમલો કરી ઇજા પહોંચડતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. શહેરના ઓમનગર વિશ્વાસ સીટી બ્લોક નં-બી2માં રહેતા વિપુલભાઇ પોપટભાઇ બુટાણી નામના યુવાનની ખલીલપુર ગામે 60 વિઘા જમીન આવેલી છે. સોમવારના તેમના મિત્ર હરી સાથે વાડીએ જતા હતા તે દરમિયાન ખલીલપુર પંચાયત નજીક ભુપત કટારા અને ડોસા હુણ તેમજ અન્ય ચાર શખ્સોએ વિપુલભાઇના બાઇકને રોકાવ્યું હતું અને જમીન ખાલી કેમ કરેલ નથી તેમ કહી હુણે પકડી રાખતા ભુપતે છરી વડે હુમલો કરી પગમાં ઇજા પહોંચાડી હતી તેમની સાથે ચાર શખ્સો પાસે લાકડી, ધોકા જેવા હથિયારો હતા. આ મારામારી હરિભાઇ વચ્ચે પડી છોડાવ્યા હતા અને બે દિવસ પહેલા વિપુલભાઇના પિતાને પણ ધમકી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે 6 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ બી.એમ.વાધમશી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો