તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનાં બુટલેગરને ફાયરીંગ કેસમાં બે દિવસના રિમાન્ડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનો લિસ્ટેડ બુટલેગર ગણાતો અને રાજ્યના ટોપ 25 દારૂના ધંધાર્થીઓમાં જેનું નામ બોલતું હોય તેમજ વિવિધ રાજ્યના 5 મોટા બુટલેગરો સાથેનું નેટવર્ક ધરાવતો ધીરેન કારીયાને જૂનાગઢ એસઓજી અને એલસીબીએ ભથનાથમાંથી ઝડપી લીધો હતો અને જૂનાગઢના 3 પોલીસ સ્ટેશનના ગુના ફરાર હતો. અગાઉ જાહેરમાં કરેલા ફાયરીંગના કેસમાં આરોપી બુટલેગરને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યો હતો અને કોર્ટે 2 દિવસના રિમાન્ડની મંજુરી આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી વિવિધ ગુનાઓ હોવાથી હજુ 5 દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ધીરેન કારીયા વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂનો મોટો જથ્થો, બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાળવા ચોકમાં જાહેરમાં ફાયરીંગ અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બુટલેગર સન્ની સોંદરવાના ઘર પર ફાયરીંગ કરનારને હથિયાર આપ્યાના ગુનામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો