પરિક્ષા કેન્દ્રો રદ ન કરવા કોંગ્રેસના 2 ધારાસભ્યએ 29 પત્રો લખ્યા, સ્થિતી જૈસે થે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ તાલુકાના બિલખા અને વંથલી તેમજ માળીયા હાટીના તાલુકાના વિસણવેલ અને અમરાપુર ગિરના ધોરણ 10 અને 12ના પરિક્ષા કેન્દ્રો રદ કરવાના શિક્ષણ વિભાગના નિર્ણય સામે વિરોધ ઉઠ્યો છે. આ મામલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ નટુભાઇ પોંકીયા અને વી.ટી. સીડાએ રાજ્યપાલને લેખીતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જેમણે ગેરરિતી કરી છે તેતો આવનારી પરિક્ષામાં બેસવાના નથી. તો પછી અન્ય છાત્રોને અન્યાય શા માટે કરાય છે? પરિક્ષા ચોરી અટકાવવાની જવાબદારી સરકારની છે. જો જવાબદારી નિભાવવાની ક્ષમતા ન હોય તો સરકારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઇએ. પરિક્ષા કેન્દ્રો રદ ન કરવા માટે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા સહિતનાએ શિક્ષણ વિભાગને 29 પત્રો લખ્યા છે છત્તાં શિક્ષણ વિભાગના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે પરિક્ષા કેન્દ્રો રદ કરવાનો નિર્ણય રદ કરી 10 દિવસમાં પરિક્ષા કેન્દ્રો ચાલુ કરવાની જાહેરાત કરવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...