તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાનો પ્રયાસ કરનાર 2 આરોપી તમંચો, પિસ્તોલ સાથે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ રેન્જના આઇજીપી એસ.જી.ત્રિવેદી તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ લાવવા સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ આર.કે.ગોહિલ, એન.બી.ચૌહાણ એચ.વી.પરમાર, બી.કે.સોનારા, આર.પી.મેઘનાથી તથા સાહિલ સમા, પ્રવિણ બાબરીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, વિપુલસિંહ રાઠોડ, યશપાલસિંહ જાડેજા, ડાયાભાઇ કરમટા, જીતેષ મારૂ, જગદીશ ભાટુ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ હતા તે દરમિયાન કોન્સ્ટેબલ સાહિલભાઇને મળેલી બાતમીના આધારે હત્યાનો પ્રયાસ કરનાર બે શખ્સો ચોબારી ગામે હોય જેના આધારે ચોબારી ગામે દરોડા પાડી નોમનાખાન નાસીરદ્દીનખાન પઠાણ અને સાહિલ ઉર્ફે માયા આશીફભાઇ સોરઠીયાને ઝડપી લીધા હતા અને પુછપરછ કરતા હત્યાના પ્રયાસમાં ઉપયોગમાં લેવાયેલ દેશી તંમચો, પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સહિત કુલ 20,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો