તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધુરમ ગેઇટ પાસે ટ્રાવેલ્સ ચાલકે આધેડને ઠોકર મારતા ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના મધુરમ ગેઇટ નજીક આધેડ ઉભા હતા તે દરમિયાન ટ્રાવેલ્સ ચાલકે આધેડને ઠોકર મારી ઇજા પહોંચાડી નાસી ગયાની ફરિયાદ નોંધાઇ છે. ટીંબાવાડી બાયપાસ, આશોપાલવ સોસાયટીમાં રહેતા કનૈયાલાલ બુધરમન હેમનાણી મધુરમ ગેઇટ નજીક ઉભા હતા તે દરમિયાન દર્શન ટ્રાવેલ્સ નંબર જીજે 03 ડીડી 7745ના ચાલકે કનૈયાલાલને ઠોકર મારી ઇજા પહોંચાડી નાસી છુટ્યો હતો. કનૈયાલાલે ટ્રાવેલ્સ ચાલક વિરૂધ્ધ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...