તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વેરાવળ વાસીઓ આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવી માણશે મોજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં સતત આઠમાં વર્ષે દિવ્ય ભાસ્કર, ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાનાં ઉપક્રમે આવતીકાલે ઉત્તરાયણનાં પર્વ નિમીતે સદભાવના મેદાન, સોમનાથ બાયપાસ ચોકડી પર પતંગ મહોત્સવ - 2019નું આયોજન કરાયું છે. તા.14નાં સવારે 10 કલાકે પતંગોત્સવને ખુલ્લો મુકાશે.

આ મહોત્સવમાં દરેક વ્યકિત માટે ફ્રી પ્રવેશ છે. ભાગ લેનાર દરેકને વિનામૂલ્યે પતંગ વિતરણ કરાશે. આમ આવતીકાલે વેરાવળવાસીઓ આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવી ડીજેનાં તાલે આ પર્વની અનેરી મોજ માણશે.

મોજ મસ્તી સાથે પતંગ સ્પર્ધામાં ભાગ લેનાર માટે આકર્ષક ઇનામો પણ રખાયાં છે. સોમનાથ ટ્રસ્ટ, જશાભાઇ બારડ, લખમભાઇ ભેંસલા, જગદીશભાઇ ફોફંડી, રીતેશભાઇ ફોફંડી, જગમાલભાઇ વાળા, જીન્ની મરીન, સીંધી મરર્ચન્ટ એશો., ચીમનભાઇ અઢીયા, સિધ્ધી ડીજીટલ સ્ટુડીયો, ડી.જે.કીંગ, કિસ્મત પતંગ વર્કસ, જોષી કેટરર્સનો સહયોગ પ્રાપ્ત થયો છે.

આ પર્વમાં ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા અને મોડી સાંજે ફટાકડા નહીં ફોડીને પક્ષીઓને બચાવવાનાં અભિયાનમાં પણ સહયોગ આપવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...