આજે જૂનાગઢ મનપાનું બજેટ બોર્ડ, વેરા વધારાનો થશે વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકામાં ગુરૂવારે બજેટ અંગનું બોર્ડ મળનાર છે. આ બોર્ડમાં વેરા વધારાનો વિપક્ષ વિરોધ કરશે અને જો બહુમતિના જોરે વેરો વધારો મંજુર કરાશે તો વોક આઉટ પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વર્ષ 2020-21ના બજેટમાં કમિશ્નરે પાણી વેરો 700ના 1500 સૂચવ્યો હતો. બાદમાં સ્ટેન્ડીંગ કમિટીએ 700ના 1200 રૂપિયા પાણીવેરાને મંજૂરીની મહોર મારી બજેટ જનરલ બોર્ડ તરફ મોકલ્યું છે. દરમિયાન પાણી તેમજ અન્ય વેરામાં કરાયેલા વધારાનો વિપક્ષે વિરોધ કર્યો હતો અને આ મામલો સીધો જનતાને સ્પર્શતો હોય જનરલ બોર્ડ મનપાના ખુલ્લા મેદાનમાં બોલાવવા માંગ કરી હતી જેથી લોકો પણ બોર્ડમાં જોડાઇ શકે. જોકે, વિપક્ષની આ માંગ ફગાવી દેવામાં આવી છે. હવે વિપક્ષ ભાવ વધારાનો વિરોધ કરશે, એટલું જ નહી જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહી આવે અને બહુમતિના જોરે બજેટ મંજૂર કરવામાં આવશે તો વિપક્ષ જનરલ બોર્ડનો વોક આઉટ કરશે.

જો બહુમતિના જોરે પાસ કરાશે તો વિપક્ષ કરશે વોકઆઉટ

અન્ય સમાચારો પણ છે...