તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ઓખા-રાજકોટ, ઓખા-વીરમગામ સહિત ચાર ટ્રેન રદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર-ચમારજ રેલખંડ ઉપર ડબલ લાઇનની કામગીરીને કારણે મંગળવારે ઓખા-રાજકોટ, ઓખા-વીરમગામ સહિત ચાર ટ્રેન રદ રહેશે.9 જાન્યુઆરીના વીરમગામ-ઓખા અને ઓખા-વીરમગામ ટ્રેન કેન્સલ રહેશે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડીવીઝનના સુરેન્દ્રનગર-ચમારજ રેલખંડ ઉપર ડબલ લાઇનની કામગીરીના કારણે અમદાવાદ અને રાજકોટ ડીવીઝન વચ્ચે દોડતી 9 ટ્રેન બે દિવસ રદ રહેશે. જેમાં 8 જાન્યુઆરીના ઓખા-રાજકોટ પેસેન્જર, રાજકોટ-અમદાવાદ પેસેન્જર, અમદાવાદ-રાજકોટ પેસેન્જર, રાજકોટ-ઓખા પેસેન્જર, વીરમગામ-ઓખા પેસેન્જર, ઓખા-વીરમગામ પેસેન્જર ટ્રેન રદ રહેશે.

જયારે 9 જાન્યુઆરીના રાજકોટ-અમદાવાદ પેસેન્જર, વીરમગામ-ઓખા પેસેન્જર અને ઓખા-વીરમગામ પેસેન્જર ટ્રેન રદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...