તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલાલાનાં ગલીયાવડ ગામે આજે એક પીજીવીસીએલનાં કોન્ટ્રાક્ટરનાં કર્મચારીનું જીવંત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલાનાં ગલીયાવડ ગામે આજે એક પીજીવીસીએલનાં કોન્ટ્રાક્ટરનાં કર્મચારીનું જીવંત વીજ લાઇનને અડી જતાં મોત નિપજ્યું છે. ગલીયાવડ ગામે આજે સવારે 10 વાગ્યે એક વીજ થાંભલે ચઢેલા હનીફ હાસમ ખલીફા (ઉ. 34) નામનાં યુવાનનું વીજ આંચકો લાગતાં મોત નિપજ્યું હતું. મૃતકનો હાથ લાઇનને અડી જતાં બળી ગયો હતો. હનીફના મૃતદેહનું દવાખાને પીએમ કરાયું હતું. મૃતક યુવાન વીજ કોન્ટ્રાક્ટર મહંમદ જમાલનો કર્મચારી હતો.

બનાવ અંગે તાલાલાનાં ડેપ્યુટી ઇજનેર પરમારે જણાવ્યું હતું કે, ઘુસીયા ખેતીવાડી ફીડરમાં નદી તરફ ડીપી ખરાબ હોઇ તેના મેઇન્ટેનન્સની કામગિરી કરવાની હતી. એ તરફની લાઇન બંધ કરાઇ હતી. તેને બદલે મૃતક યુવાન જ્યોતિગ્રામની લાઇનના થાંભલા પર ચઢી જતાં આ ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...