તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહિર રેજીમેન્ટની માંગ પ્રબળ બનાવવા માટે લગ્ન કંકોત્રીમાં પણ સ્લોગન લખાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય આર્મીમાં આહિર રેજીમેન્ટની માંગ છેલ્લા ઘણા સમયથી દેશના આહિર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. રેજીમેન્ટ નિમવા માટે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ અને ઠેર ઠેર આવેદન પણ અપાયા છે. છતાં પણ સરકાર દ્વારા માંગણી નહી સંતોષાતા હવે સમાજ દ્વારા લગ્ન કંકોત્રીમાં પણ “ આહિર રેજીમેન્ટ હમારા હકહે, રાષ્ટ્ર રક્ષા હેતુ બલિદાન કે લીયે ” સ્લોગન રજુ કરવામાં આવ્યા છે. તેમજ બીજી તરફ અમરેલી જિલ્લામાં આહિર સમાજના યુવાનો અને બાળકો દ્વારા ઉતરાયણના દિવસે પતંગમાં પણ સ્લોગન રખી આકાશમાં પતંગને વહેતી કરાશે.આહિર રેજીમેન્ટની માંગણી દિવસે દિવસે પ્રબળ બની રહી છે. છતાં પણ સરકાર દ્વારા રેજીમેન્ટ મુદ્દે કોઈ મંથન થતું નથી. ત્યારે દેશમાં આહિર સમાજ દ્વારા સરકાર પાસેથી કોઈ પણ સંજોગોમાં રેજીમેન્ટની માંગણી મેળવીને જ જપશે તેવું આહિર સમાજના પ્રમુખ દ્વારા જણાવાયું હતું.ત્યારે આજે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે રહેતા દેવદાસભાઈ સખમણભાઈ વાઘ દ્વારા પોતાના બે પુત્રના લગ્નની કંકોત્રીમાં આહિર રેજીમેન્ટનું સ્લોગન લખી મિત્ર અને સગા સબંધીને વહેતી કરી છે. અમરેલી જિલ્લામાં પણ સમાજના યુવાનો દ્વારા આહિર રેજીમેન્ટની માંગ સાથે ઉતરાયણના દિવસે પતંગમાં પણ રેજીમેન્ટનું સ્લોગન લખી આકાશમાં ઉડાવાશે તેવું સાવરકુંડલા આહિર સમાજના પ્રમુખ રાહુલભાઈ ગરણીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...