તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટિકિટ કેન્સલ કરાવનારની પણ પૂછપરછ થઇ હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાન્યુઆરી, 1978. બોમ્બે (મુંબઈ)ના સાંતાક્રૂઝ એરપોર્ટની ઘડિયાલ રાતના 8 વાગીને 15 મિનિટનો સમય બતાવી રહી હતી. ત્યારે જ આલીશાન વિમાન ‘એમ્પરર અશોકા’ દુબઈ માટે રવાના થયું.પછી જોરદાર ધડાકો થયો હતો. વિમાન અરબ સાગરમાં પડી રહ્યું હતું. ઉડાન ભર્યાની ત્રણ મિનિટમાં જ 231 ફૂટ લાંબુ વિમાન 213 લોકો સાથે સમુદ્રમાં સમાઇ ગયુ હતું. તેમાં 190 મુસાફર, 20 ક્રૂ મેમ્બર, બે પાઇલટ અને એક ફ્લાઇટ એન્જિનિયર હતાં.

13 કલાક મોડું ઊડ્યુ ંહતું એમ્પરર અશોકા: વિમાને સવારે 7 વાગીને 15 મિનિટે રવાના થવાનું હતું, પણ 13 કલાક લેટ થઇ ગયું. 126 મુસાફરોએ ટિકિટ કેન્સલ કરાવી લીધી હતી. ચાર એન્જીનના આ વિમાનના બે એન્જીન બંધ થઇ જાય તો પણ બાકીના બે એન્જીનના સહારે સુરક્ષિત ઉતરી શકાતું હતું.

લૉન્જ, બાર, સોફા, ગાલીચો જેવી સુવિધાઓ હતી: એમ્પરર અશોદા ખૂબ જ આલીશાન વિમાન હતું. તેમાં 340 મુસાફરો બેસી શકતા હતા. અંદરની દીવાલો પર સુંદર મૂર્તિઓ અને ઊપલા માળે શાનદાર લૉન્જ, બાર અને સોફા અને ગાલીચા લાગેલા હતા. એટલે કે એર ઇન્ડિયાના માસ્કૉટ ‘મહારાજા’ના પૂરા ઠાઠ-બાટ હતા. એર હોસ્ટેસ પણ વિશેષ ઘાઘરા-ચોળી પહેરતી હતી. તેના ક્રેશ થવાના સમાચાર ચોંકાવનારા હતા. 18 એપ્રિલ, 1971ના રોજ મુંબઈમાં પહેલી ઉડાન ભરી હતી અને 7 વર્ષ બાદ છેલ્લી. એર ઇન્ડિયાના મેગેઝીન ‘ધ મેજિક કાર્પેટ’એ પહેલી ફ્લાઇટ વિશે લખ્યું હતું કે -‘લાલ અને સફેદ ટ્રેડમાર્ક રંગમાં એમ્પરર અશોકા પહેલી વાર ઉડ્યું, ત્યારે વાયુ સેનાના બે મિગ-21 વિમાનો એસ્કોર્ટ કરી રહ્યા હતા.

વિમાનમાં બોમ્બની અફવા પણ ફેલાઇ હતી: મુસાફરોના કેટલાક સગાનો દાવો હતો કે વિમાનમાં બોમ્બની અફવાને કારણે ઘણા મુસાફરોએ ટિકિટ કેન્સલ કરાવી લીધી હતી. જોકે એર ઇન્ડિયાએ તે દાવા નકારી દીધા હતા. પણ પોલીસે ટિકિટ કેન્સલ કરાવનારા 126 લોકોની પૂછપરછ કરી હતી.

‘એટીટ્યૂડ’ બગડતા મોભો સમાપ્ત થયો: અકસ્માતનું કારણ જાણવા માટે ફ્લાઇટ ડેટા રેકોર્ડર (એફડીઆર) વોશિંગ્ટન મોકલાયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે એમ્પરર અશોકાનું એટીટ્યૂડ ડિરેક્ટર ઇન્ડિકેટર (એડીઆઈ) બગડી ગયુ હતું. તે પાઇલટને વિમાનની સ્થિતિ જણાવે છે. તેણે વિમાનની સ્થિતિ ખોટી જણાવી હતી, જે અકસ્માતનું કારણ બન્યું.

1
નોલેજ  અમિટ ઇતિહાસ

અન્ય સમાચારો પણ છે...