તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના ત્રણ બુટલેગરને પોલીસે પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સૂચના મુજબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા પ્રોહીબીશનની પ્રવૃતી સાથે સંકળાયેલ બુટલેગરો વિરૂધ્ધ પાસા તથા તડીપારની યાદી તૈયારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટને પાસા દરખાસ્ત મોકલતા જૂનાગઢમાં આવી ગેરકાયદેસર પ્રવૃતિને ગંભીરતા સમજી ત્વરીત પાસા વોરન્ટ ઇસ્યુ કરતા શહેરના બે બુટલેગરોને ઝડપી લઇ વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

જેમાં જૂનાગઢ એ ડીવીઝનના પીઆઇ એમ.એ.વાળા સહિતના સ્ટાફે શહેરના કામદાર સોસાયટીમાં રહેતા બુટલેગર અશ્વિન રવજી પરમારને ઝડપી લઇ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે ધકેલી દેવામાં આવ્યો છે તેમજ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એમ.ચૌહાણ સહિતના સ્ટાફે બીલખા રોડ પર રહેતા બુટલેગર સુરેશ પ્રકાશ સોંદરવાને ઝડપી લઇ વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. તે ઉપરાંત તાલુકા પોલીસ સ્ટેશનમાં એએસપી સાગર બાગમાર તથા પીએસઆઇ બી.એમ.વાઘમસી સહિતનાં સ્ટાફ દ્વારા ડેરવાણનાં બુટલેગર જશુ ગંભીર ભાટીને ઝડપી લઇ પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. આમ એક જ દિવસમાં પોલીસે ત્રણ બુટલેગરોને પાસા હેઠળ ધકેલતા જિલ્લાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...