તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં ધોરણ 10ની પરીક્ષામાં ત્રણ કોપી કેસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ પરીક્ષા લેવાઇ રહી છે. દરમિયાન ધો.10ની પરીક્ષામાં શુક્રવારે સામાજીક વિજ્ઞાન વિષયમાં જૂનાગઢમાં બે અને કેશોદમાં એક મળી કુલ ત્રણ કોપી કેસ
નોંધાયા છે.

ઊના, ગીરગઢડા, કોડીનાર, દીવમાં ધો.10 ની પરીક્ષા માટેની 33 બિલ્ડીંગમાં કુલ 9452 વિદ્યાર્થીઓમાંથી 9221 હાજર હોય તેમજ 231 ગેરહાજર રહ્યા હતા. શુક્રવારે ધો. 10 માં સામાજીક વિજ્ઞાનનુ પેપર હોય વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોચી ગયા હતા. જ્યારે ઊનાના તડ ગામે આવેલ પે.સેન્ટર શાળામાં ધો.10 નો વિદ્યાર્થીના બેઠક નંબર પર અન્ય ડમી વિદ્યાર્થી બેઠેલો હોય અને પરીક્ષા દરમ્યાન સ્કોર્ડ પહોચી જતાં આ વિદ્યાર્થી પાસે રીસીપ્ટ ચેક કરતા બેઠક નંબર પર ડમી વિદ્યાર્થી હોવાનુ માલુમ પડતા આ અંગે સુપરવાઇઝર જેશાભાઇ રાણાભાઇ વાઢેર રહે. મિતીયાજ વાળાએ ડમી વિદ્યાર્થી વિરૂધ્ધ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી બોગસ રિસીપ્ટ ક્યાંથી બનાવી અને સહીસિક્કા ક્યાથી કર્યા, આજ સુધી કેટલા પેપરની પરીક્ષામાં આવેલ છે. આ અંગેની પોલીસ આગવી ઢબે પુછપરછ કરી તેના મૂળ સુધી પહોચવા તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત દેલવાડા એમ એસ સંધવી શાળામાં ધો.10 નો વિદ્યાર્થી પરીક્ષામાં સાથે સાહીત્ય રાખી લખાણ કરતા પકડી પાડતા કોપીકેસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો