Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાલુ વર્ષે 3.70 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર, ટેકાના ભાવમાં વધારો નોંધાશે
દુનિયામાં ચણાનું ઉત્પાદન સૌથી વધુ ભારતમાં થાય છે. ત્યાર પછીના ક્રમે પાકિસ્તાન, તુર્કી, મેક્સિકો, કેનેડા અને ઓસ્ટ્રેલીયા આવે છે. દુનિયામાં કુલ કઠોળ પાકોના ઉત્પાદનમાં ભારત 45 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. છેલ્લા દાયકામાં ભારતમાં ચણાના વાવેતર વિસ્તારમાં સતત વધારો થયેલ છે. ચાલુ વર્ષ 2019-20માં દેશમાં ચણાનું ઉત્પાદન 112.2 લાખ ટન જેટલું થશે જે ગત વર્ષની તુલનામાં લગભગ 13 ટકા વધુ છે. પાકની પરિસ્થિતિ સમગ્ર સિઝનમાં સારી રહી હતી. વર્ષ 2018-19માં દેશમાં કુલ કઠોળ પાકોનું ઉત્પાદન 220.8 લાખ ટન થયુ હતું અને ચાલુ વર્ષે 230.2 લાખ ટન થવાનો અંદાજ છે. જે દેશની કુલ વપરાશ અંદાજે 240 લાખ ટન કરતા ઘણુ ઓછુ છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચણાનું વાવેતર અંદાજે 3.70 લાખ હેક્ટર થયેલ છે જે ગત વર્ષે 1.73 લાખ હેક્ટર જેટલુ થયું હતું. પાકની સ્થિતિ ચાલુ વર્ષે સારી હોવાથી આ વર્ષે ઉત્પાદન 4.50 લાખ ટન એટલે કે ગત વર્ષ કરતા બમણુ થવાનો અંદાજ છે.
ચણાના ટેકાના ભાવ મણના રૂ.750 થી 820 રહેવાની સંભાવના
િવિધ પાસાઓને ધ્યાને લઇ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કૃષિ અર્થશાસ્ત્ર વિભાગની સંશોધન ટીમે દાહોદ માર્કેટીંગ યાર્ડના ચણાના ઐતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કરેલ છે. જેના તારણ મુજબ એવું અનુમાન કરાયું છે કે, ચણાનો ભાવ માર્ચ-એપ્રિલ,2020 દરમિયાન કાપણી સમયે મણના રૂ.750 થી 820 જેટલા રહેવાની સંભાવના છે.