તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોપા અમેરિકા બાદ આ સૌથી જૂની મહાદ્વીપી ફૂટબોલ ટુર્નામેન્ટ છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એએફસી એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટ શનિવારથી શરૂ થઈ રહી છે. પહેલાં દિવસે યજમાન યુએઈ અને બેહરીન વચ્ચે રાત્રે 9:30 વાગે મેચ રમાશે. આ પહેલાં ઓપનિંગ સેરેમનીમાં 600 કલાકાર પરફોર્મ કરશે. આયોજકોને આશા છે કે વિશ્વમાં લગભગ 30 કરોડ લોકો ઓપનિંગ સેરેમની જોશે. એશિયાની ચેમ્પિયન બનવા માટે 24 ટીમો ટકરાશે. તેને કુલ 6 ગ્રૂપમાં વહેચવામાં આવી છે. ટુર્નામેન્ટમાં 28 દિવસમાં 51 મેચ રમાશે. ફાઈનલ મેચ 1 ફેબ્રુઆરીએ થશે. ભારત 8 વર્ષ બાદ એશિયન કપમાં ક્વોલિફાય કર્યું છે. ભારતીય ટીમ માત્ર ચાર વાર આ ટુર્નામેન્ટમાં રમ્યું છે. તેનું શાનદાર પ્રદર્શન 1964માં હતું. જ્યારે ટીમે પહેલીવાર ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને રનર્સ અપ રહ્યું હતું. ભારત પોતાના અભિયાનની શરૂઆત રવિવારે થાઈલેન્ડ સામે કરશે. જાપાન 4 ટાઈટલ જીતવાની સાથે સૌથી સફળ ટીમ છે. એશિયાની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટની ઈનામી રકમ 100 કરોડ છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ ઈનામી રકમ છે. ચેમ્પિયનને 35 કરોડ, રનર્સ અપને 21 કરોડ, સેમી ફાઈનલમાં હારનાર ટીમને 7-7 કરોડ મળશે. હારનારી તમામ 24 ટીમને 1-1 કરોડ મળશે.

આજથી એએફસી

એશિયન કપ ફૂટબોલ
63 વર્ષ પહેલાં શરૂ થયેલી વિશ્વની બીજી સૌથી જૂની ફૂટબોલ ચેમ્પિયનશિપ, 8 વર્ષ બાદ ભારતને એન્ટ્રી મળી
યુએઈમાં ટુર્નામેન્ટ, ચેમ્પિયન બનવા માટે 24 ટીમો સામ સામે

28 દિવસમાં 51 મેચ રમાશે, 1 ફેબ્રુઆરીમાં ટાઈટલ માટેનો જંગ

પહેલાં દિવસે યજમાન યુએઈ અને બહરીન વચ્ચે જંગ
1964માં ભારતનું બેસ્ટ પ્રદર્શન હતું, ત્યારે ભારત રનર્સ અપ રહ્યું હતું
1964માં રનર્સ અપ રહેનાર ભારતીય ફૂટબોલ ટીમના ખેલાડીઓ.

ભારત ટુર્નામેન્ટની ત્રીજી સૌથી યુવા ટીમ
ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલ ભારતીય ફૂટબોલ ટીમની એવરેજ ઉંમર 25 વર્ષ છે. આ ટુર્નામેન્ટની ત્રીજી સૌથી યુવા ટીમ છે. વિયેતનામ (23) સૌથી યુવા ટીમ છે. જ્યારે ઈરાક (24) બીજા ક્રમે છે. ઈરાકના 18 વર્ષ 6 મહિનાના મોહનાદ અલી ટુર્નામેન્ટનો સૌથી યુવા ખેલાડી છે. 20 વર્ષનો અનિરૂદ્ધ થાપા ભારતનો સૌથી યુવા ખેલાડી છે.

45 ટીમોએ 3 વર્ષ સુધી ક્વોલિફિકેશન મેચ રમી
એએફસી એશિયન કપમાં યજમાન ટીમ ડાયરેક્ટ ક્વોલિફાઈ કરે છે. બાકી 23 સ્થાન માટે એશિયાની 45 ટીમોએ 3 વર્ષ સુધી ક્વોલિફિકેશન મેચ રમવી પડતી હોય છે. આ ક્વોલિફિકેશન માર્ચ 2013માં શરૂ થઈ માર્ચ 2018માં પુરી થઈ હતી. ભારતે ઓક્ટોબર 2017માં ક્વોલિફાયનો ત્રીજો રાઉન્ડ જીતીને એશિયન કપમાં પ્રવેશ મેળવ્યો હતો.

ટુર્નામેન્ટમાં પહેલીવાર
પહેલીવાર ટુર્નામેન્ટમાં 24 ટીમો ભાગ લેશે. અત્યાર સુધી 16 ટીમો ભાગ લઈ રહી હતી.

પહેલીવાર વીડિયો આસિસ્ટન્ટ રેફરી (વીએઆર) નો ઉપયોગ થશે.

પહેલીવાર ત્રીજા સ્થાન માટે મેચ નહીં રમાય.

પહેલીવાર મેચમાં એકસ્ટ્રા ટાઈમમાં ચોથો સબસ્ટિટ્યુટ લઈ શકશે.

પહેલીવાર યમન, ફિલિપીંસ, કિર્ગિસ્તાને ક્વોલિફાય કર્યું.

એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (એએફસી) 1954માં બન્યું હતું. તેના 2 વર્ષ બાદ 1956માં એએફસી એસિયન કપ શરૂ થશે. પહેલીવાર માત્ર 4 ટીમો ભાગ લઈ રહી છે. આ વિશ્વની બીજી સૌથી જૂની મહાદ્વીપય ફૂટબોલ ટુર્નામેન્ટ છે. સાઉથ અમેરિકાની ફૂટબોલ ટુર્નામેન્ટ કોપા અમેરિકા સૌથી જૂની મહાદ્વીપય ટુર્નામેન્ટ ગણવામાં આવે છે.

45 ટીમોએ 3 વર્ષ સુધી ક્વોલિફિકેશન મેચ રમી
એએફસી એશિયન કપમાં યજમાન ટીમ ડાયરેક્ટ ક્વોલિફાઈ કરે છે. બાકી 23 સ્થાન માટે એશિયાની 45 ટીમોએ 3 વર્ષ સુધી ક્વોલિફિકેશન મેચ રમવી પડતી હોય છે. આ ક્વોલિફિકેશન માર્ચ 2013માં શરૂ થઈ માર્ચ 2018માં પુરી થઈ હતી. ભારતે ઓક્ટોબર 2017માં ક્વોલિફાયનો ત્રીજો રાઉન્ડ જીતીને એશિયન કપમાં પ્રવેશ મેળવ્યો હતો.

ટુર્નામેન્ટમાં પહેલીવાર
પહેલીવાર ટુર્નામેન્ટમાં 24 ટીમો ભાગ લેશે. અત્યાર સુધી 16 ટીમો ભાગ લઈ રહી હતી.

પહેલીવાર વીડિયો આસિસ્ટન્ટ રેફરી (વીએઆર) નો ઉપયોગ થશે.

પહેલીવાર ત્રીજા સ્થાન માટે મેચ નહીં રમાય.

પહેલીવાર મેચમાં એકસ્ટ્રા ટાઈમમાં ચોથો સબસ્ટિટ્યુટ લઈ શકશે.

પહેલીવાર યમન, ફિલિપીંસ, કિર્ગિસ્તાને ક્વોલિફાય કર્યું.

100 કરોડની ઈનામી રકમ, અત્યાર સુધી સૌથી વધુ ઈનામી રકમ

6 ગ્રૂપમાં 4-4 ટીમો છે.

ગ્રૂપ એ :
ભારત,બહરીન,થાઈલેન્ડ, UAE.

ગ્રૂપ બી : ઓસ્ટ્રેલિયા, જોર્ડન, ફિલિસ્તીન, સીરિયા.

ગ્રૂપ સી : ચીન, દ.કોરિયા, કિર્ગિસ્તાન, ફિલિપીંસ.

ગ્રૂપ ડી : ઈરાન, ઈરાક, વિયેતનામ, યમન.

ગ્રૂપ ઈ : ઉ.કોરિયા, લેબનાન, કતર, સાઉદી અરબ.

ગ્રૂપ એફ : જાપાન, તુર્કમેનિસ્તાન,

ઓમાન, ઉઝબેકિસ્તાન.

અન્ય સમાચારો પણ છે...