તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસમોટી ફિ વસુલતી ખાનગી સ્કુલની બસમાં વીમો જ ન હતો !

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ આરટીઓ દ્વારા શહેરના મોતીબાગ અને મધુરમમાં સ્કૂલના બાળકોને લઇને દોડતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 16 વાહનોના ચેકીંગમાં આરટીઓના નિયમ વિરૂદ્ધ દોડતા 5 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. આ 5 વાહનોમાં 2 સ્કૂલ બસ, 2 મેજીક અને 1 ખાનગી વાહનનો સમાવેશ થાય છે. આરટીઓના ચેકીંગમાં આર.એસ. કાલરીયા સ્કૂલની બસમાં પીયુસી નહતુું તેમજ વિમો પણ ન હતો. જયારે આલ્ફા સ્કૂલની બસમાં ટેક્ષ ભરપાઇ કરવામાં આવ્યો ન હતો. જયારે 2 મેક્ષી કેબ (મેજીક)માં સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલના મેજીકમાં ફિટનેસ પાસીંગ ન હતું. જયારે જાવીયા સ્કૂલના મેજીકમાં ફિટનેસ પાસીંગ ન હતું અને ટેક્ષ પણ ભરપાઇ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત એક ખાનગી વાહનને પણ ડિટેઇન કરવામાં આવ્યું છે. કારણ કે, ખાનગી વાહનમાં પેસેન્જર લઇ જવા એલાઉડ નથી. આ માટે વાહનનું ટેક્ષી પાસીંગ કરાવવું જરૂરી છે. ત્યારે મોમસોટી ફિ વસુલતી ખાનગી શાળાઓ બાળકોની સલામતી બાબતે કેટલી લાપરવાહ છે તે આનાથી જાણી શકાય છે. આમ, આરટીઓના નિયમોનો ઉલાળીયો કરી દોડતા 5 વાહનોને ડિટેઇન કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...