તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે ત્યારે તેમની સુખાકારીની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે ત્યારે તેમની સુખાકારીની જવાબદારી તંત્રની રહે છે. જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શનમાં આરોગ્યલક્ષી સેવા ઉભી કરાય હતી ત્યારે પરિક્રમાના રૂટ અને ભવનાથમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તૈનાત કરાય હતી. ભવનાથ અને આસપાસના વિસ્તારમાં 3 બોરદેવી અને સરખડીયા પાસે એક એક 108 પરિક્રમા દરમિયાન રહી હતી. તેમજ ઇએમટી અને પાયલોટ મળી 14 કર્મચારીઓ ફરજ પર રહ્યા હતાં. 108 દ્વારા રાઉન્ડ ધ ક્લોક સેવા પુરી પાડવામાં આવી હતી. તા.8 નવેમ્બરથી 11 નવેમ્બર સુધીમાં 108 એ 257 લોકોને સારવારઅર્થે ખસેડ્યા હતા જેમાં 22 પરિક્રમાર્થીઓે બેભાન થઇ ગયા હતા જ્યારે 6 યાત્રાળુઓને પેરાલીસીસનો એટેક આવ્યો હતો. આ ઉપરાંત 42 પરિક્રમાર્થીઓને વીછીંએ ડંખ માર્યા હતાં. આ ઉપરાંત ચાલુ વર્ષે પરિક્રમામાં કુલ 4 યાત્રાળુઓના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...