તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં પાર્ક કરેલા બાઇકની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરના વૈભવ ફાટક નજીક એક હોટલની નીચે રોડ પર પાર્ક કરેલી બાઇકની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. શહેરના જયશ્રી નગર, રાજકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રભાઇ જમનાદાસ કારીયાએ પોતાનું બાઇક નંબર જીજે 04 એજે 2012 બસ સ્ટેશન રોડ, વૈભાવ ફાટક પાસેની એક હોટલની બાજુમાં પાર્ક કર્યુ હતું. ત્યાંથી કોઇ અજાણ્યો શખ્સ બાઇકની ચોરી કરી ગયાની જીતેન્દ્રભાઇએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...