તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાને ઘેર હથિયાર સાથે જઇ પાંચ શખ્સોની તોડફોડ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમાં જુના મનદુ:ખને લઇને બન્ને પક્ષો સામસામી મારામારી કરી રહ્યા છે. રવિવારના દિવસે જુના મનદુ:ખને લઇને યુવાનના ઘરે 5 શખ્સો હથિયરો સાથે ધસી ગયા અને ઘર, બાઇકમાં તોડફોડ કરી હતી. જૂનાગઢના સુખનાથ ચોક અલકાર ટોકીઝ પાસે રહેતા અવેશ આરીફ સોરઠીયાના મિત્ર નોમાનખાન સાથે એજાજ સહિતના આરોપીઓને જુનુ મનદુ:ખ ચાલતું હોય અને અવેશ નોમાનખાનનો મિત્ર હોવાથી રવિવારે અેજાજ, કાસમબાપુ, ફીરોજ ધોબી, જલાલ અને સલીમબાપુ સહિતના પાંચેય શખ્સો પાઇપ, ધોકા સહિતના હથિયારો સાથે અવેશના ઘરે ધસી ગયા હતા અને ઘરના દરવાજા, પલંગ, ગાદલા, સ્કુટીમાં તોડફોડ કરી કપડા અને લાકડાનો દરવાજો સળગાવી દઇ રૂપિયા 2500નું નુકસાન કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ સામે પક્ષમાં મારા મારી થઇ હતી. જેના મન:દુખમાં આ હુમલો થયો હોવાનું અનુમાન થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો