તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઇ-ભાભીને સમજાવવા જતાં મહિલાને માર પડ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢના રેલ્વે સ્ટેશન સામેના કેવડાવાળી વિસ્તારમાં ભાઇ-ભાભી ઝગડો કરતો હોય જેને લઇને મહિલા અને તેમના પિતા સમજાવવા જતા ભાઇ-ભાભીએ મહિલાનો ચોટલો પકડી પછાડી દઇ પથ્થર વડે મારમારી ઇજા પહોંચાડી હોવાની બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

જૂનાગઢ શહેરના કેવડાવાળી બ્લોક 15-એમાં રહેતા અકશાબેન આરીફભાઇ શેખ પોતાના ઘરે હતા તે દરમિયાન તેમન ભાઇ-ભાભી સમાબેન અને એઝાજભાઇ બન્ને ઝગડો કરી રહ્યા હતા. આથી અકશાબેનના પિતા વચ્ચે પડતા તેમને મારમાર્યો હતો જેને લઇને અકશાબેન વચ્ચે છોડાવા જતા સમાબેને અકશાબેનનો ચોટલો પકડી પછાડી દઇ ગાળો બોલી મારમાર્યો હતો તેમજ એઝાજભાઇએ પથ્થર વડે મારમારી આંગણીઓમાં ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે અકશાબેને ભાઇ-ભાભી વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઇ એમ.કે.પટોળીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો